Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ભાવનગર જીલ્લાની સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં ભાજપના વિજયના વધામણાઃ સી.આર. પાટીલનું સન્‍માન-ભવ્‍ય રેલી

ભાવનગર: ભાજપના ભવ્ય વિજય બાદ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું સન્માન કરવા માટે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ભાજપાનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગર અરપોર્ટથી ઘોઘા પોલીસ ગ્રાઉન્ડ સુધી યોજશે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરથી ધોધા સુધી ગામડે ગામડે રેલીનુ સ્વાગત થશે. ધોધા ખાતે સ્થાનિક સ્વરાજના ચુંટાયેલા પ્રતિનિધિઓનું મહાસન્માન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘોઘા પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર ભાજપ આ પાલિકા જીતવામાં સફળ રહ્યું છે.

ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલનું સન્માન કર્યું હતું. આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકા પંચાયત અને તાલુકાની જિલ્લા પંચાયતમાં ભાજપનો થયો વિજય થયો છે. ચુંટાયેલા સભ્યોનું સી આર પાટીલ દ્વારા સન્માન કરવામાં આવશે. ઘોઘાની જાહેરસભામાં ભાવનગર જિલ્લા પંચાયતના ચુંટાયેલા તમામ સભ્યો હાજર રહ્યા હતા. ભાવનગર જિલ્લાની ૧૦ પૈકી ૯ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો હાજર રહેશે. ભાવનગર જિલ્લાની ૬ નગરપાલિકાના ચુંટાયેલા સદસ્યો હાજર છે.

૬ નગર પાલિકમાં ભાજપનો ભગવો લહેરાઇ ચુક્યો છે. ભાવનગર મહાનગર પાલિકાના કોર્પોરટરો પણ હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયત ની 40 બેઠકોમાંથી 31 બેઠકો ભાજપને, 8 બેઠક કોંગ્રેસને, 1 બેઠક આમ આદમી પાર્ટીને મળી છે. તાલુકા પંચાયતની 210 બેઠકો પૈકી 152 બેઠકો ભાજપ ને, 53 બેઠકો કોંગ્રેસ ને, 4 આમ આદમી અને 1 અન્ય ને મળી છે બેઠક. નગરપાલકાઓમાં 96 બેઠકો પૈકી 69 બેઠક ભાજપને, 19 બેઠક કોંગ્રેસને તેમજ 8 બેઠક અન્ય ના ફાળે ગઈ છે. ઘોઘા તાલુકા પંચાયત ની 18 બેઠકો પૈકી 11 બેઠક ભાજપ ને, 6 બેઠક કોંગ્રેસને અને 1 અન્ય ના ફાળે ગઈ છે. મહાનગરપાલિકા માં 52 બેઠકો પૈકી 44 બેઠકો પર ભાજપનો વિજય, જ્યારે 8 પર કોંગ્રેસની જીત થઈ છે.

(5:25 pm IST)