Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

દાંડી સમારોહ ઉત્સવ માત્ર એક જ દિવસ ઉજવીને ગરીબાઇ- મોંધવારી મુદ્દે કાર્ય કરવા જોઇએ : ભીખાભાઇ બાંભણીયા

કોરોના કાળમાં ''મારૂ જીવન એ જ મારો સંદેશ'' એ સુત્રને અનુસરવા માંગણી

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૮ :  જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી અને જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે કે તા. ૧ર ના રોજ ઐતહાસિક દાંડી સમારોહ ઉતસવ ઉજવવાનું સરકારે નકકી કરેલુ છે તેમજ ઓગસ્ટ-ર૦ર૩ સુધી આ સમારોહ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવનાર છે. એવું અખબારના મધ્યમથી જાણવા મળે છે. આ ઉત્સવો સામે કોઇ વાંધો હોઇ શકે નહી પરંતુ આવા કાર્યક્રમો પાછળ ખર્ચ કરવાથી આમ જનતામાં આની શું અસર થશે એ પણ વિચારવું જોઇએ. ગાંધીજીના પ્રવાસ દરમ્યાન એક બહેન પાસે પહેરવા પુરતા વસ્ત્રોનમોતા. આવી ગરીબાઇ જોઇને પોતે એક પોતડી પહેરવાનો સંકલ્પ કરીને સાદાઇથી જીવન જીવ્યા હતા. ગાંધીજી જેવી એક પણ સતાધીશ કે રાજકીય નેતાઓમાં સાદગી, કરણા કે માનવતા જેવી વાત હોય તો બતાવે. બાકી આ સમારોહનો કોઇ હેતુ સરવાનો ન હોય તો સમય અને ખર્ચ બરબાદ કરવા સિવાય કોઇ અર્થ રહેતો નથી.

સામાન્ય વર્ગના લોકો ગરીબાઇ અને મોંઘવારીથી પિડાય રહ્યા છે. કોરોનાને કારણે સામાન્ય માણસની આજીવિકા બંધ થવાથી આખા પરિવારને સામુહિક આત્મહત્યા કરવાના કિસ્સાઓ વધતા જાય છે. ખેડૂતો આત્મહત્યા કરે છે. કૃષિ કાયદાના વિરોધના આંદોલનમાં ઘણા ખેડૂતોના મૃત્યુ થયા છે. અમુકને આપઘાત કરાવની ફરજ પડી છે. છતાં સતાધીશોનું રૂવાડુય ફરકતુ નથી. માનવતા મરી પરવારી હોય તેવું દેખાઇ રહ્યું છે. ગાંધીજીના મારૂ જીવન એ જ મારો સંદેશ એ સુત્રનું અનુસરણ કરવાનું ન હોય તો આવા કોરોનાના સમયમાં એક દિવસ પુરતા સાદાઇથી આ ઉત્સવ ઉજવવો જોઇએ.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનીટીના નામે સરદાર વલ્લભભાઇ પટેલની ઉંચામાં ઉંચી પ્રતિમા બનાવવામાં આવી તેનું ગુજરાત અને ભારતને ગૌરવ હોય એ સ્વાવિક છે. પરંતુ સરદારના જીવનમંથી બોઇપાઠ લેવાના કે તેના આદર્શોને અપનાવવાના ન હોય તો સ્ટેચ્યુ બનાવવાથી તેનો જે કાંઇ ઉદેશ કે હેતુ બર આવતો નથી. આજના રાજકારણીઓ, સતાધીશો, કે પ્રતિમા મુકવાનો સંકલપ કરનારાઓમાં પણ સરદાર જેવી સાદગી, વાણી અને વર્તન તેમજ સહિષ્ણુતા જોવા મળતા નથી ત્યારે આમ જનતા ઉપર તેની અસર થશે એ વાતમાં કોઇ વજુદ નથી સરકારની આવક માટેનું સાધન અને ફરવા જવા માટેનું સ્થળ બન્યું હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

કોરોનાના સમયમાં કથાઓ, ધાર્મિક પ્રસંગોની ઉજવણી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મેળાવડાઓ બંધ રાખવામાં આવેલ તે જ રીતે સરકારે આ કોરોનાના કપડા સમય દરમ્યાન સરકારની વાહવાહ તેમજ પ્રશંસા કરાવવા માટેની જાહેરાત પોસ્ટરો ઉત્સવો પાછળ થવા અન્ય ખર્ચાઓ બંધ રાખવા જોઇએ એવી લોકલાગણી પ્રવર્તે છે.

(4:24 pm IST)
  • સુરતની સુપ્રસિદ્ધ ટેક્સટાઈલ માર્કેટમાં કોરોનાનો રાફડો : ૨૨ લોકો ઝપટે ચડી ગયા : માર્કેટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટીંગ કેમ્પ યોજાયેલ જેમાં ઍકી સાથે ૨૨ લોકો સંક્રમિત હોવાનું માલૂમ થતા ખળભળાટ access_time 5:40 pm IST

  • સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા : NSG એ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પ્રથમ વખત તેની એલીટ મહિલા કમાન્ડો ટીમનો ફોટો બહાર પાડ્યો. access_time 7:16 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 433 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,29,054 થઇ :એક્ટિવ કેસ 1,85,932 થયા વધુ 14,051 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,80,628 થયા :વધુ 86 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,879 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 11.141 નવા કેસ નોંધાયા access_time 12:05 am IST