Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મોરબીમાં સાયકલો ફન કલબ દ્વારા સાયકલ સ્‍પર્ધા યોજવામાં આવી

મોરબી : આધુનિક યુગમાં લોકો કસરત કરતાં નથી અને સાયકલિંગ પણ કરવામાં આવતું નથી ત્‍યારે અનેક રોગનો ભોગ લોકો બની રહ્યા છે ત્‍યારે મોરબીમાં લોકો ફરી પાછા સાયકલિંગ તરફ વળે તેના માટે મોરબીમાં સાયક્‍લો ફન કલબ દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરવમાં આવ્‍યું હતું. મોરબીમાં સિરામિક એસોસિયેશન અને ઇન્‍ડિયન મેડિકલ એસોસિયેશન મોરબી ના સહયોગથી મોરબી ખાતે સાયકલો ફીટ ક્‍લબ દ્વારા આયોજીત સાયકલો ફન -૨૦૨૧ રાઇડ ૫ કીમી. , ૧૦ કીમી, ૨૫ કીમી, અને ૫૦ કીમીનુ આયોજન કરેલ જેમા સાયકલો ફન ક્‍લબના સભ્‍યો તેમજ ઉદ્દદ્યાટક નિવાસી અધિક કલેક્‍ટર કેતન જોષી અને આર.એસ.એસ પશ્ચિમ ઝોનના સરસંદ્યચાલક ડો.ભાડેશિયા દ્વારા ફલેગ આપી ને સાયકલો ફન ની શરૂઆત કરવી હતી કાર્યક્રમ ને બહુજ સારો પ્રતિસાદ મળેલ આ સ્‍પર્ધામાં ૭ વર્ષ બાળકો થી લઇને ૭૦ વર્ષ સુધીના વૃધો જોડાયા હતા. અને વહીવટી તંત્ર , પોલીસ વિભાગે પણ પુરતો સહયોગ આ સ્‍પર્ધાને આપ્‍યો અને અંતમાં તમામ સ્‍પર્ધકોને કાર્યક્રમ ના અંતે સન્‍માનપત્ર અને શીલ્‍ડ એનાયત કરેલ.સાયકલો ફન ક્‍લબ દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસ થકી મોરબીમાં વધુમાં વધુ લોકો સાઇકલ ચલાવે તેવી અપીલ કરવામાં આવી હતી.

(1:22 pm IST)