Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મોરબી નવયુગ વિદ્યાલયની સંજના ગોધાણીને ઇન્‍ડો-ભૂતાન થાઇ કિક બોકસીંગમાં ગોલ્‍ડમેડલ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૮: મોરબીની નવયુગ વિધાલયમાં ધોરણ ૧૦માં અભ્‍યાસ કરતી ગોધાણી સંજના ઉમેદભાઈએ તાજેતરમાં સાઉથ એશિયન ફેડરેશન ફોર ઓલ સ્‍પોર્ટ્‍સ દ્વારા આયોજિત ઇન્‍ડો-ભૂતાન થાઈ કિક બોક્‍સિંગ ચેમ્‍પિયનશીપ ૨૦૨૧ માં ભાગ લઈને ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરીને ગોલ્‍ડ મેડલ જીત્‍યો છે ત્‍યારે આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરીને નવયુગ ગ્રુપ ઓફ એજ્‍યુકેશન મોરબી તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે

જે વિશેષ સિદ્ધિ બદલ સંસ્‍થા પ્રમુખ પી ડી કાંજીયા અને નવયુગ પરિવારે શુભકામનાઓ પાઠવી છે.

(1:19 pm IST)