Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

જામનગરમાં મધમાખી કરડી જતા મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: અહીં શંકર ટેકરી  વલ્લભનગર, વાલ્મીકી વાસમાં રહેતા અજયભાઈ વિનોદભાઈ મકવાણા, ઉ.વ.ર૮ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર ભાનુબેન ગડાભાઈ વાઘેલા, ઉ.વ.પપ, રે. શંકર ટેકરી, વલ્લભનગર, વાલ્મીકી વાસ, જામનગરવાળા મહાનગરપાલિકામાં સત્યસાંઈ સ્કુલ રોડમાં સફાઈ કામ કરતા હતા ત્યારે બપોરના ૩ વાગ્યાની આસપાસ મધમાખી કરડી જતા સારવારમાં જી.જી.હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

દેશી તંમચા સાથે ઝડપાયો

જામનગર : સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. એન.કે.ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડ નાકા બહાર મટન માર્કેટના પુલ ઉપર આરોપી શિવરાજસિંહ ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા, રે. જામનગરવાળા પોતાના કબ્જામાં ગેરકાયદેસ રીતે પરવાના લાયસન્સ વગર દેશી હાથ બનાવટનો તંમચો કિંમત રૂ.૧૦,૦૦૦/– નો તથા જીવતા કાર્ટીસ નંગ–ર, કિંમત રૂ.ર૦૦/– નો રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

કારે હડફેટે લેતા બાળકીને ઈજા

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હરીશભાઈ દલાભાઈ ભાટી એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી હરીશભાઈ પોતાના ઘરેથી દરબારગઢ પોતાની માતાને લેવા દિકરી કંચન ઉ.વ.૮ વાળીને લઈને જતા હતા ત્યારે જુન રેલવે સ્ટેશન, પેટ્રોલ પંપની પાસે પહોંચતા આરોપી ડો.ઈલાબેન પુનાતર તેની ફોરવ્હીલ હુન્ડાય કાર જેના રજી.નં.જી.જે.–૧૦– એ.પી.૮ર૮પ વાળી હડફેટે લેતા ફરીયાદી હરીશભાઈની દિકરી કંચન ઉ.વ.૮ વાળીને ડાબા પગના સાથળમાં તથા જમણા પગના સાથળમાં તથા પેશાબ કરવાની જગ્યાએ તથા નાભીની આસપાસ ઈજાઓ કરી નાશી જઈ ગુનો કરેલ છે.

જુગાર રમતા આઠ ઝડપાયા

સીટી બી ડિવઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ફૈઝલભાઈ મામદભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, કડિયાવાડ, મોટા ફળી ચોક પાસે, લાઈટના અજવાળે જાહેરમાં આરોપી વ્રજલાલ કાંતીલાલ વરૂ, મહેશભાઈ પારૂમલ હરવાણી, નિલેશ વલ્લભભાઈ પઢીયાર, જીતેન્દ્રભાઈ મુળજીભાઈ લાખાણી, રાજેશ પ્રભુભાઈ પિત્રોડા, દિલીપસિંહ ગગુભા જાડેજા, પ્રવિણભાઈ અજીતભાઈ સુવા, વિજય અશોકભાઈ શાહ, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે રોનપોલીસ તીનપતી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રૂ.૧૧,૧પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કોઈપણ કારણોસર માર માર્યો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મયુરસિંહ પ્રવિણસિંહ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગરના ગાંધીનગર મોમાઈનગર શેરી નં.–૧માં ફરીયાદી મયુરસિંહને આરોપી યોગરાજસિંહ મંગળસિંહ જેઠવા એ ડાબા કાનની ઉપર માથાના ભાગે લાકડાના ધોકાનો ઘા મારી ઈજા કરી જેમફાવે તેમ બોલી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:16 pm IST)
  • કોરોનાએ ઠેકડો માર્યો: ૧૮,૫૯૯ નવા કેસ : છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાએ ઠેકડો માર્યો છે અને ૧૮,૫૯૯ નવા કેસ, ૧૪૨૭૮ સાજા અને ૯૭ લોકોનાં મોત નોંધાયા છે. access_time 11:19 am IST

  • કેન્દ્ર સરકારે દેશની ૪૪ કંપનીઓને ડિફેન્સ ક્ષેત્રમાં એફડીઆઈની મંજૂરી આપી: આ કંપનીઓ સીધું વિદેશી રોકાણ સ્વીકારી શકશે: એફડીઆઈ અંતર્ગત કંપનીઓને ૪૧૯૧ કરોડ રૂપિયા મળે તેવી શક્યતા: આ રકમ સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન માટે ખર્ચાશે: રોકાણમાંથી એરક્રાફ્ટ, ડિફેન્સ સિસ્ટમ, રડાર સિસ્ટમ વગેરેનું દેશમાં જ નિર્માણ થઈ શકશે access_time 1:07 am IST

  • અમેરિકા નૌકાદળ અને વાયુસેનાની સંયુકત કવાયતમાં બંને ફોર્સના ફાઇટર વિમાનોએ ભાગ લીધો હતો અને આકાશમાં એરો ફોર્મેશન (તીરનો આકાર) રચ્યો હતો. ફોર્મેશનમાં અમેરિકાના આધુનિક ફાઇટર વિમાનો એફ-એ-૧૮ સુપર હોર્નેટ (વચ્ચેના છ) તથા એફ-૧૬ ફાઇટિંગ ભાગ લીધો હતો. સુપર હોર્નેટ નૌકાદળ વાપરે છે, જયારે ફાઇટિંગ ફાલ્કન અમેરિકી એરફોર્સના વિમાનો છે. access_time 4:06 pm IST