Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

જામનગરમાં પુખ્ત વયના લોકોમાં પેશાબમાં ચેપની સમસ્યા માટે નિદાન

જામનગર તા.૮: બદલાતી જતી જીવનશૈલી અને આહાર વિવિધ સમસ્યાઓનું એક મુખ્ય કારણ છે. પેશાબમાં થતાં ચેપથી પેશાબમાં બળતરા, વારંવાર પેશાબ થવું, રાત્રે વારંવાર પેશાબ થવાને લીધે નિદ્રામાં ખલેલ, લીકેજ થવું જેવા લક્ષણો પેદા કરે છે. પુખ્ત વયના લોકો માટે પેશાબમાં ચેપની સમસ્યા માટે ૧૩/૦૩/૨૦૨૧  શનિવાર સુધી સવારે ૯ થી બપોરે ૧૨:૩૦ અને સાંજે ૪ થી ૬ કલાક તેમજ શનિવારે માત્ર ૯ થી ૧૨:૩૦ વાગ્યા સુધી મૌલિક સિદ્ઘાંત વિભાગ, ઓપીડી નંબર ૧૧, પી.જી. આયુર્વેદ હોસ્પિટલ, આઇ.ટી.આર.એ, રિલાયન્સ સુપરમોલની સામે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કેમ્પનો લાભ લેવા જામનગરની જનતાને ઇન્ચાર્જ આર.એમ.ઓ. આઈ.ટી.આર.એ.ની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

(1:15 pm IST)
  • ૩ હજાર કેન્દ્રોમાં રસી ઉપલબ્ધ : આરોગ્ય પ્રધાને સોમવારથી ૩૦૦૦ કેન્દ્રોમાં રસી ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચના આપી હોવાનું એક નિવેદનમાં કહેવાયું છે. access_time 3:01 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 433 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,29,054 થઇ :એક્ટિવ કેસ 1,85,932 થયા વધુ 14,051 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,80,628 થયા :વધુ 86 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,879 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 11.141 નવા કેસ નોંધાયા access_time 12:05 am IST

  • તામિલનાડુના કોઇમ્બતુરમાં એક બસ કન્ડકટર બસમાં મુસાફરી કરતા પેસેન્જરોને મફતમાં રોપાઓ વહેંચે છે. તેનું કહેવું છે કે હું ૩૪ વર્ષથી આ કામ કરૂ છું. અને મારા પગારની ૪૦ ટકા રકમ આ છોડવાઓ પાછળ વાપરૂ છું કેમ કે તે મારો પરિવાર છે. access_time 3:00 pm IST