Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

જામનગરનાં ખોજાબેરાજામાં ધાડ લુંટ ગેંગના ૪ શખ્સોને ઝડપી લેતી એલસીબી

જામનગરના ખોજા બેરાજા ગામે ધાડ - લુંટને અંજામ આપનારા ચાર પરપ્રાંતીય શખ્સોને એલસીબીએ દબોચી લીધા છે. (તસ્વીર : કિંજલ કારસરીયા - જામનગર)

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા. ૮ : તાલુકાના ખોજાબેરાજા ગામની સીમમાં રહેતા ફરીયાદી શ્રી રામભાઇ વિક્રમભાઇ ઓડેદરાનાઓના પરિવાર સાથે સુતા હોય તે દરમિયાન મોડી રાત્રીના અજાણ્યા ઇસમો હથિયાર ધારણ કરી ફરીયાદી શ્રી તેમજ સાહેદોને માર મારી ગંભીર ફેકચરની ઇજાઓ કરી, ફરીયાદીશ્રીના મકાનમાંથી રોકડ, ફોર વ્હીલકાર તથા સોનાના દાગીના વિગેરે મળી કુલ રૂપીયા ૮,૬ર,૦૦૦ લુંટનો બનાવ બનેલ જે અંગે જામનગર પંચકોષી બી ડીવી પો.સ્ટે.માં ફરિયાદ થઇ હતી.

જામનગરના પોલીસવડા દીપન ભદ્રનની સુચના મુજબ  જીલ્લામાં નાકાબંધી કરાવવામાં આવેલ હતી અને જામ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કૃષ્ણાલ દેસાઇના માર્ગદર્શન મુજબ આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા માટે એલસીબીના પો. ઇન્સ. કે.જી.ચૌધરીનાઓએ એલસીબી, એબસ્કોન્ડર સ્કોડની અલગ અલગ ટીમોને કાર્યરત કરેલ હતી.

આ ગુન્હામાં કામે લુંટના ધાડમાં ગયેલ ફોર વ્હીલ કાર કયાં રસ્તે ગયેલ તે અંગે જીલ્લા તેમજ જીલ્લા બહારના હાઇવે રોડ ઉપરના તેમ ટોલનાકાના સીસીટીવી ફુટેજની ચકાસણી પો. સબ. ઇન્સ. શ્રી કે.કે.ગોહિલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ અંગતવિશ્વાસુ બાતમીદારોને કામે લગાડવામાં આવેલ હતા. આ દરમિયાન એલસીબીના સંજયસિંહ વાળા તથા નિર્મળસિંહ  એસ. જાડેજાને તેઓના અંગત બાતમીદારોથી હકિકત મળેલ કે આ ધાડલુંટને અંજામ આપવામાં અગાઉ ફરીયાદીની વાડી ભાગમાં રાખતા જ્ઞાનસિંહ બનસિંહ દેવકા રહે. બાણદાગામ તા.કુકશી જી.ધાર રાજય મધ્યપ્રદેશ વાળો સંડોવાયેલ છે જે ઇસમ બોટાદ જિલ્લાના રાણપર તાલુકાના નગાનેશગામ પાસે મજુરીકામ કરે છે તેવી હકીકત આધારે મજકુરને પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ. તેમજ સદરહુ ગુનામાં (૧) દિનેશભાઇ રમણભાઇ મીનાવા (ર) ભવાન રાયસીંગ વસુનીયા (૩) બાજડો આદીવાસી રહે. બધોલી (૪) બીલુ આદીવાસી (પ) કરો આદિવાસી રહે. તમામ મધ્યપ્રદેશ વાળાની સંડોવણી ખુલવા પામેલ હતી.

દિલીપભાઇ તલાવડીયા તથા હરદીપભાઇ ધાધલની બાતમી આધારે આરોપી (૧) કેરમસિંહ ઉર્ફે બાજડો કેલસીંગ અલાવા રહે. ભગોલી ગામ તા. કુકશી જી.ધાર મધ્યપ્રદેશ (ર) ભીલુભાઇ ઉર્ફે બીલુ પ્યાલસીંગ આદિવાસી રહે. મોટી કદવાલગામ તા. જોબટ જી. અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાઓને ગાંધીનગર જીલ્લાના સાતેજ વડસર રોડ ઉપરથી પકડી પાડવામાં આવેલ છે.

ેમજ એલસીબીના માંડણભાઇ વસરા તથા ધાનાભાઇ મોરીને મળેલ હકિકત આધારે આરોપી દિનેશભાઇ રમણભાઇ મીનાવા રહે. પીપલવાગામ તા. કુકશી જી.ધાર વાળાને રાજકોટ અમદાવાદ હાઇવે રોડ ઉપર ડોળીયા બાઉન્ડ્રી પાસેથી પકડી પાડવામાં આવેલ.

આ કામે બાતમીદારો તેમજ ટેકનીકલ એનાલીસીસના આધારે આરોપીઓ અલગ અલગ જગ્યાએ હોવાથી પો.સ.ઇ. કે.કે.ગોહિલ, આર.બી. ગોજીયા, શ્રી એ.એસ.ગરચરનાઓની અલગ અલગ ટીમો દ્વારા આરોપીઓને પકડી પાડવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી.ફ

આ કાર્યવાહી એલસીબી પો. ઇન્સ. કે.જી.ચૌધરી પો.સ.ઇ. કે.કે.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી આર.બી. ગોજીયા, એ.એસ.ગરચર તેમજ એલસીબી એબસ્કોન્ડર તથા ટેકનીકલ સ્ટાફ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:12 pm IST)
  • ૧૯૦૯માં જન્મેલ સુમતિ મોરારજી ૧૯પ૭માં શીપ ઓનર્સ એસોસીએશનના પહેલા પ્રમુખ બન્યા હતા. ૧૯૭૦માં તે વર્લ્ડ શીપીંગ ફેડેરશનના ઉપપ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. access_time 3:01 pm IST

  • સંઘ પ્રદેશના દમણમાં આજે રવિવારે એકી સાથે 9 જેટલા કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું access_time 11:31 pm IST

  • ૩ હજાર કેન્દ્રોમાં રસી ઉપલબ્ધ : આરોગ્ય પ્રધાને સોમવારથી ૩૦૦૦ કેન્દ્રોમાં રસી ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચના આપી હોવાનું એક નિવેદનમાં કહેવાયું છે. access_time 3:01 pm IST