Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

વિશ્વ લોહાણા મહાપરીષદના ઝોનલ પ્રમુખપદે એડવોકેટ સુમિત ઠકકર

રાજકોટ,તા.૮: ભાવનગરના જાણીતા સામાજીક કાર્યકર સ્વ.કનુ ઠકકરના પૌત્ર એડવોકેટ શ્રી સુમિત અજયભાઈ ઠકકરની શ્રી વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રેસીડન્ટ શ્રી સતીષભાઈ વીઠ્ઠલાણીએ સમગ્ર ભારતમાં ૧૪ ઝોન પ્રમુખની વરણી કરેલ. જેમાં ભાવનગર, અમરેલી, બોટાદના ઝોનના ઝોનલ પ્રેસીડન્ટ તરીકે સુમિત ઠકકરની વરણી કરેલ છે.

શ્રી સુમિત ઠકકર હાલ ગુજરાત રેડક્રોસમાં પણ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે અને ભાવનગર રેડક્રોસમાં પણ વાઈસ પ્રેસીડન્ટ તરીકે સેવા આપે છે. તેઓની કોરોના મહામારીના સમય દરિમયાન કરેલી કામગીરીને સરકારશ્રી તેમજ જુદી- જુદી સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવેલ.

આ નિમણુંકને શ્રી વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રેસિડેન્ટ શ્રી સતીષભાઈ વિઠ્ઠલાણી, ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્ર લાલ (જીતુભાઈ લાલ), મહામંત્રીશ્રી હરીશભાઈ બી.ઠકકર, ડો.સુરેશભાઈ એ. પોપટ વિ.એ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

(12:05 pm IST)