Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

પૂ.જલારામ બાપાની આજે પુણ્યતિથી

વાંકાનેર, તા., ૮:  પૂ.જલારામ બાપાની આજે ૧૪૦ મી પુણ્યતિથી છે જે નિમીતે વિશેષ પૂજન-અર્ચન સહીતના કાર્યક્રમો યોજાયા છે.

રામનામમાં લીન હૈ, દેખત સબ મે રામ, તાક પદ વંદન કરૂ જય જય જલારામ... સંત ભુમી સૌરાષ્ટ્રની અને એવું વિરપુર રૂડુ ધામ, બાપા શ્રી જલારામ બીરાજતા અને રમતા સીતારામ... ભજન કરી અને ભોજન કરાવો, જે. પૂ. વંદનીય સંત શિરોમણી શ્રી જલારામ બાપાનો જીવનમંત્ર હતો. જેમના નામની આજે વિરપુર શહેર તેમજ ગામડે ગામડે શહેરોમાં દેશ-વિદેશમાં નામ ગુંજે છે.

પૂ. સંત શ્રી જલારામ બાપાનો જન્મ  તા. ૪-૧૧-૧૭૯૯ સોમવાર અભીજીત નક્ષત્રમાં સૌરાષ્ટ્ર ક્ષેત્રે વીરપુર લોહાણા પરીવારમાં વિક્રમ સવંત ૧૮પ૬ને કારતક સુદ સાતમ સોમવારના રોજ થયેલ હતો. જેમના માતા રાજબાઇ ઠાકર અને પિતાશ્રી પ્રધાન ઠક્કર (ચાંદ્રાણી) હતા. વીરપુરમાં જન્મ પહેલા રઘુવીરદાસજી આગેવાનીમાં પગપાળા એક સંત મંડળી આવી. એમને શ્રી રાજબાઇમાંએ ભાવથી આવતા-સ્વાગતતા કરી, એમના પાંચ વર્ષના દીકરા બોઘાના સંત પાસે આશીર્વાદ લીધા ત્યારે શ્રી રઘુવીરદાસજીએ કહેલ મૈયા તમારા ખોળે હવે આગામી સમયમાં બીજો પુત્ર અવતરશે જે તમારા કુળનું નામ રોશન કરશે. જ્ઞાતિ સાથે આ પાવન ભુમીને તિર્થસ્થળ કરશે, પવિત્ર કરશે.

પૂ. શ્રી જલારામ બાપા સવંત ૧૯૩૭માં (મહા વદ-૧૦) તારીખ ર૩-ર-૧૮૮૧ના પૂ. બાપાએ ભજા ગાતા ગાતા ૮૧માં વર્ષએ શ્રી જલારામ બાપા વૈકુંઠવાસ થયા. એમના દેહ વિલયના સમાચાર મળતા વિરપુર (જલારામ) સહીત સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં સોંપો પડી ગયો હતો.

આખા ગામમાં કરૂણ દ્રશ્યો સર્જાયા. સાધુ સંતો પૂ. જલારામ બાપાના અંતીમ દર્શને પધાર્યા. ત્યાર બાદ પૂ. બાપાની પાછળ એક મોટો સંત સમાગમ-ભંડારો કરેલ એ સમયે એક મહાત્મા આવ્યા હતા એક લાડવાની ભુકી કરી ચારેય કોર વેરયા અખૂટ અખૂટ હો ભંડાર.

આજે ભારતનું એક જ મંદિર વિરપુર તીર્થધામ એવું છે કે જયા કોઇ પણ રકમ, સોગાદ વસ્તુ આજે તારીખ ૯-ર-ર૦૦૦ સાલથી પૈસા ભેટ વગેરે લેવામાં નથી આવતી. જે વિશ્વમાં પણ એક એવું આ મંદિર શ્રી જલારામ મંદિર-વિરપુરધામ છે.

આજે પણ વીરપુરધામની પાવન તીર્થભુમીમાં માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાત-મહારાષ્ટ્ર જ નહી પરંતુ દેશ-વિદેશથી ભાવીક-ભકતજનો વિરપુર ધામની પાવન ભુમીમાં પૂ. શ્રી જલારામ બાપાના દર્શન કરીને તન-મનને શાંન્તી મેળવી ધન્યતા અનુભવે છે. તેમજ આજે અવિરત (ર૦૧) વર્ષથી અહીયા બંન્ને ટાઇમ મહા પ્રસાદ કોઇ પણ જાતના ભેદભાવ વિના અવિરત ચાલે છે. પૂ. બાપાના દરબારમાં દર્શન, મહાઆરતી કરીને મહાપ્રસાદ લઇને ભકતજનો ધન્યતા અનુભવે છે.

(1:17 pm IST)