Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ધ્રોલ પાસે કાર અકસ્માતમાં જસદણના વેરાવળ અને મોઢુકાના પાંચને ઇજા

સ્રાજકોટ તા. ૮: ધ્રોલ નજીક રાત્રીના અગિયારેક વાગ્યે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં બેઠેલા જસદણના વેરાવળ અને મોઢુકાના પાંચ લોકોને ઇજા થઇ હતી.

જાણવા મળ્યા મુજબ ધ્રોલ નજીક હાઇવે પર રાત્રે અકસ્માત સર્જાયાની જાણ થતાં ૧૦૮ અને બીજા લોકો મદદે પહોંચ્યા હતાં. કારમાં બેઠેલા લોકોને ઇજા થઇ હોઇ ધ્રોલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ઇજાગ્રસ્તોમાં જસદણના વેરાવળના વિપુલભાઇ બુધાભાઇ ઝાપડીયા (ઉ.૪૦), નર્મદાબેન વિપુલભાઇ ઝાપડીયા (ઉ.૩૭), મેહુલભાઇ પરષોત્તમભાઇ તલસાણીયા (ઉ.૪૦), વિપુલ માવજીભાઇ સરીયા (ઉ.૨૪) તથા રચના મેહુલભાઇ (ઉ.૪)નો સમાવેશ થાય છે. રાજકોટ હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ ધ્રોલ પોલીસને જાણ કરી હતી.

(11:13 am IST)
  • બજાર ખુલતાવેંત સેન્સેકસમાં વધારો: સેન્સેક્સ એ સવારે ખુલતા વેંત ૩૦૦ પોઇન્ટનો જમ્પ માર્યો છે નિફટી પણ 15000 ઉપર ચાલી રહી છે access_time 11:17 am IST

  • અમેરિકા નૌકાદળ અને વાયુસેનાની સંયુકત કવાયતમાં બંને ફોર્સના ફાઇટર વિમાનોએ ભાગ લીધો હતો અને આકાશમાં એરો ફોર્મેશન (તીરનો આકાર) રચ્યો હતો. ફોર્મેશનમાં અમેરિકાના આધુનિક ફાઇટર વિમાનો એફ-એ-૧૮ સુપર હોર્નેટ (વચ્ચેના છ) તથા એફ-૧૬ ફાઇટિંગ ભાગ લીધો હતો. સુપર હોર્નેટ નૌકાદળ વાપરે છે, જયારે ફાઇટિંગ ફાલ્કન અમેરિકી એરફોર્સના વિમાનો છે. access_time 4:06 pm IST

  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ : રૂઢિચુસ્ત બંધનોને તોડીને 24 વર્ષીય મેહરીન અમીન કાશ્મીરની પ્રથમ મહિલા ફિટનેસ ટ્રેનર અને જીમ માલિક બની : તે હવાલ વિસ્તારની ઇસ્લામીયા કોલેજ પાસે ‘ફિટનેસ હબ હેલ્થકેર સેન્ટર’ જીમ ચલાવી રહી છે access_time 9:38 pm IST