Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

મહિલા દિનની પૂર્વ સંધ્યાએ બિલખાના બાદલપુરની વિદ્યાર્થીનીની છેડતી

છાત્રા પરીક્ષા આપવાજતી'તી ત્યારે રોમીયોએ પીછો કર્યો

 જૂનાગઢતા.૮: મહિલા દિનની પૂર્વ સંધ્યાએ બિલખાનાં બાદલપુરની વિદ્યાર્થીનીની રોમિયોએ છેડતી કરીને હડધુત કર્યાનું પોલીસ દફતરે નોંધાયું છે.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢના બિલખા પોલીસ સ્ટેશન હેઠળના બાદલપુર ગામની ૧૯ વર્ષીય વિદ્યાર્થીની ગઇકાલે ધો. ૧૨ની પરીક્ષા આપવા માટે તેના ભાઇ સાથે મોટર સાયકલ પર બેસીને મેંદરડા જતી હતી.

ત્યારે બાદલપુર ગામનો જયદીપ જેન્તી બાટવાડીયા નામનાં કોળી શખ્સે ભાઇ બહેનનો પીછો કરીને વિદ્યાર્થીનીની છેડતી કરી હતી.

એટલું જ નહીં આ રોમિયોએ છાત્રાને તેની જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ મતલબની ફરિયાદ લઇ પોલીસે કોળી શખ્સ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

(3:55 pm IST)