Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

સિહોર પાલિકા દ્વારા મુકાયાયેલ ડસ્ટબીન દયનિય હાલતમાં : ફાઉન્ડેશન પુરવાની કામગીરી નબળી

ડસ્ટબીન નાખવાનો કોન્ટ્રાક્ટ પણ પાલિકાના જ એક-બે કર્મીઓએ રાખ્યો હતો

સિહોર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગ હેઠળ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને લોકો જ્યાં ત્યાં કચરો ન નાખે તેવા આશયથી એક માસ પહેલા ૮૦ થી વધુ જગ્યાએ ડ્યુલ ડસ્ટબીનો સ્ટેન્ડ સાથે ઘણા ખરા વિસ્તારોમા મુકવામાં આવેલા પરંતુ આ ડસ્ટબીનના સ્ટેન્ડમાં ફાઉન્ડેશન પુરવાની નબળી કામગીરી કરવામાં આવી હોવાથી અનેક જગ્યાએ આ ડસ્ટબીનો ધરાશયી થઈ જતા હોય છે.    

   સિહોર ના અમદાવાદ રોડ પર આવેલા વર્ધમાન કોમ્પ્લેક્સ પાસેના ડસ્ટબીનોની આ દશા જોતા સિહોર પાલિકા તંત્રની કામગીરી પ્રત્યે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.મળતી માહિતી મુજબ શહેરમાં ડસ્ટબીન નાખવાનો કોન્ટ્રાક્ટ પણ પાલિકાના જ એક-બે કર્મીઓ એ રાખ્યો હોવાથી આ બાબતે તંત્રવાહકો ની પણ મિલીભગત હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યુ

(3:16 pm IST)