Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

શિહોરીમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન સાથે 26 હજારથી વધુનો મુદામાલ જપ્ત

શિહોરી: બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રદીપ શેજુળ અને દિયોદર તથા શિહોરી પી.આઈ સુચના દ્વારા શિહોરી પી.એસ. આઈ પી.જે.જેઠવા તેમજ પોલીસ સ્ટાફ રણજીતસિંહ, જેસીગભાઈ, સાગરભાઈ, ભોજુભા, દક્ષાબેન દ્વારા શિહોરી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શિહોરી રણાવાડા રોડ પર રજુભા હઠુભા ડાભી વાળાના શિહોરી રણાવાડા (જા) રોડ પરના ભોગવાટા વાળા ખેતરમાં વિદેશી દારૂની બાતમીના આધરે રેડ કરતા ઘરની ઓસરીના ભાગે દીવાલને અડી કંતાન ઢાંકેલ કપડાંના થેલામાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલ તથા બિયર ટીન ૩૬૫ નંગ જેની કિંમત ૨૬,૫૦૦ નો મુદ્દામાલ શિહોરી પોલીસે પકડીને કાયદેસરની કાર્ય વાહી કરી હતી.

(2:24 pm IST)