Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

કચ્છમાં ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોર કેદીનું અમદાવાદમાં મોત

ભુજ તા. ૮ : ૨૦૧૭માં કચ્છના જખૌના દરિયામાંથી ઝડપાયેલા પાકિસ્તાની કેદીનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

૬૬ વર્ષીય પાકિસ્તાની નાગરિક મોહમદ અમીન અફઝલ અહેમદ ચૌધરી કાચા કામના કેદી તરીકે ભુજની પાલારા જેલમાં ત્રણ વર્ષની સજા કાપી રહ્યો હતો. તે દરમ્યાન બિમાર થતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

(12:01 pm IST)