Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

મોરબીમાં આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં કન્યાદાનનો લાભ લેવા અપીલ.

મોરબી ખાતે વિવિધ સંસ્થાના સહયોગથી સર્વ જ્ઞાતિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયું છે જે સમૂહ લગ્નોત્સવમાં કન્યાદાનનો અનેરો લાભ લેવાનો અવસર મળી રહ્યો છે જે લાભ લેવા માટે આયોજકોનો સંપર્ક કરવા જણાવ્યું છે

શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા શેઠ શ્રી પી.જી.પટેલ કોલેજ મોરબી, શ્રી રામ યોગ કેન્દ્ર, ચિત્ર હનુમાનજી ધૂન મંડળ, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સહયોગથી ગંગા સ્વરૂપ બહેનોના સંતાનો, વંચિત સમાજની સંતાનો, કોરોના મહામારીમાં તકલીફમા મુકાયેલ પરિવારના સંતાનો માટે સાતમાં સમૂહ લગ્નોત્સ્વનું આયોજન આગામી તારીખ 12 માર્ચ 2023 ના રોજ કરવામાં આવ્યું છે
જેમાં ૭૭ દીકરીના લગ્ન યોજાશે તમામ દીકરીઓને કરિયાવર માં સોના-ચાંદીના દાગીના સાથે ૭૦થી વધુ ઘરવખરીની વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવશે, આ માંગલિક કાર્યમા તન, મન અને ધનથી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે
દાન આપવા સંપર્ક કરો.
ડો.પરેશ પરિયા
વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી
87329 18183
ચંદ્રકાન્ત દફતરી-98252 23199,
દેવકારણભાઈ આદ્રોજા – 94262 47282

(11:05 pm IST)