Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

મોરબી તાલુકા ભાજપ કારોબારી બેઠક યોજાઇ.

પુલ દુર્ઘટનામા મૃત્યુ પામેલા દિવંગતોને તથા વડાપ્રધાનના માતૃશ્રી હિરાબાને શ્રધાજંલી આપતો શોક પ્રસ્તાવ રજુ કરાયો

મોરબી તાલુકા ભાજપ દ્વારા રવાપર ખાતે વિધાનસભા ચુટણી બાદ પ્રથમ કારોબારી બેઠકની શરુઆત વંદેમાતરમ ગાનથી કરવામા આવી તેમજ પુલ દુર્ઘટનામા મૃત્યુ પામેલા દિવંગતોને તથા વડાપ્રધાનના માતૃશ્રી હિરાબાને શ્રધાજંલી આપતો શોક પ્રસ્તાવ રજુ કરવામા આવ્યો હતો
કારોબારી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાત વિધાનસભાની પ્રંચડ જીતના શિલ્પી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ,  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો સિંહ ફાળો રહ્યો એ ઉપરાંત રાજ્ય બહારના ભાજપના નેતાઓ અને પ્રવાસી કાર્યકર્તાઓ પણ પક્ષની આ જીતમા મહત્વની ભૂમિકા અદા કરી છે ઐતિહાસિક પરિણામો લાવવામા સામાન્ય કાર્યકર્તાથી લઇને હોદેદારો,ચુટાયેલા પ્રતિનિધિઓ, શુભેચ્છકો, સમર્થકોનો આભાર માનવામા આવ્યો હતો
કારોબારી બેઠકમાં મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા ઉપરાંત મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન જયંતિભાઇ પડશુંબીયા, આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઇ ટમારીયા, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારેધી, જીજ્ઞેશભાઇ કૈલા, કે. એસ. અમૃતિયા, વિશાલભાઇ ધોડાસરા, રવિભાઇ સનાવડા, કાનજીભાઇ ચાવડા, રાકેશભાઇ કાવર, બચુભાઇ ગરચર,  બચુભા રાણા સહિત તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(11:02 pm IST)