Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

મોરબીમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા તૈયારીઓની સમીક્ષા માટે ઈમરજન્સી લેવલ ૩ની મોકડ્રીલ યોજાઈ

ઈમરજન્સી જેવી સ્થિતિને પહોંચી વળવા તંત્ર સક્ષમ છે કે કેમ તેની ચકાસણી કરાઈ

મોરબી જીલ્લા વહીવટી તંત્રના ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પ્રાંત કચેરી મોરબી દ્વારા આજે ગુજરાત ગેસ લીમીટેડના સહયોગથી ઈમરજન્સી લેવલ ૩ ની મોકડ્રીલનુ આયોજન કરાયું હતું જેમાં તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને ઈમરજન્સી જેવી સ્થિતિને પહોંચી વળવા તંત્ર સક્ષમ છે કે કેમ તેની ચકાસણી કરાઈ હતી.

 તંત્ર દ્વારા આજે પ્રાઇમ ફિલિંગ સ્ટેશન, નાગેન્દ્ર નગર હળવદ રોડ ખાતે ઈમરજન્સી લેવલ-3 મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. જેમાં કમ્પ્રેસરના કારણે ગેસ લીકેજ થતા આગ લાગવાની દુર્ઘટના સર્જાઈ હતી જેથી જીજીએલ સ્ટાફ, એસડીએમ, મોરબી  ડીએસઓ, ગ્રામ્ય મામલતદાર, ડીપીઓ ડિઝાસ્ટર, અગ્નિશામક અધિકારી, અગ્નિશામક  ટીમ, ઈમરજન્સી 108 અને આપડા મિત્રા સહિતની ટીમો ઉપસ્થિત રહી હતી અને સમયસર આગ પર કાબુ મેળવી લઈને મોકડ્રીલને સફળ જાહેર કરવામાં આવી હતી.

(10:41 pm IST)