Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

નાથદ્વારામાં મોઢ વણિક ભવનનું નિર્માણ

જામનગર મોઢ વણિક સેવા સમાજ ટ્રસ્‍ટ દ્વારા

જામનગર,તા.૮: શ્રી મોઢ વણિક સેવા સમાજ ટ્રસ્‍ટ જામનગર સૌ પ્રથમ સમાજનું અદ્યતન સગવડ ધરાવતું  ૅમોઢ વણિક ભવનૅ નું નિર્માણ કરવામાં આવ્‍યું છે, જેનું શાષાોક્‍ત વિધિ દ્વારા ઉદઘાટન કરવામાં આવેલ. જેમાં  વલ્લભ આશ્રમનો સાથ અને સહયોગ અંતરથી પ્રાપ્ત થયેલ છે.

આ સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી  અજિતભાઈ દેસાઈના કર કમળ દ્વારા ઉદઘાટન કરવામાં આવેલ. આ ઉદઘાટન ની સાથે મદ ભાગવત સપ્તાહનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું. વ્‍યાસપીઠ પર પરમ પૂજ્‍ય ગોવર્ધનેશજી મહોદય  (દર્શન કુમારજી મહોદય) કડીવાળા બિરાજમાન હતા. તેમજ સપ્તાહ દરમિયાન દ્વારકેશલાલજી મહારાજ કલ્‍યાણ પુષ્ટિ હવેલી વડોદરા આશીર્વચન આપવા ખાસ પધાર્યા હતા. તેઓની મધુર વાણીમાં વહેતી ગંગા સમાન જેના થકી  સત્‍સંગ, ધ્‍યાન અને ધ્‍યેય, નિસ્‍વાર્થ સેવા, સાલસ ભાષામાં વર્ણન હતું જે વૈષ્‍ણવ શ્રોતા ગણના હૃદયને સ્‍પર્શી ગયેલ.

બહારગામથી પધારેલ આશરે જ્ઞાતિજનો અને ભાવિકોએ લાભ લીધો હતો. જેમાં અમદાવાદ, ગાંધીધામ, હૈદરાબાદ, મુંબઇ, જામનગર, રાજકોટ, ઉજ્જૈન, ભોપાલ, દેવાસ, ઇન્‍દોર, બુરહાનપુર તેમજ સ્‍થાનિક વૈષ્‍ણવ જનોએ અલભ્‍ય રસપાન કરેલ.

મોઢ વણિક સેવા સમાજ ટ્રસ્‍ટના તમામ ટ્રસ્‍ટીઓ તેમજ ભૂતપૂર્વ ટ્રસ્‍ટીઓનો સહકાર મળ્‍યો તેથી પ્રસંગ દીપાયમાન બની રહેલ.

મોઢ વણિક સમાજના ઇતિહાસમાં, સમાજનું સૌ પ્રથમ ભવનનું નિર્માણ થયું છે. તેનો સંપૂર્ણ યશ  અજિતભાઈ દેસાઈ જામનગરને જાય છે. તેમણે અતૂટ ધ્‍યેય, શ્રદ્ધા અને નિર્ણય સાથે અનેકવાર નાથદ્વારા ની રૂબરૂ મુલાકાત લીધી હતી તેમાં સહ કાર્યકરોનો સાથ અને સહકાર લાગણી સભર મળ્‍યો હતો.

 અજિતભાઈ દેસાઈ પોતાના અડગ નિર્ણયને વળગી રહેલા કે જ્‍યાં સુધી મોઢ વણિક ભવનનું નિર્માણ ન થાય ત્‍યાં સુધી નાથજી બાવાના દર્શન ન કરવા, છેલ્લાં દશ વર્ષથી આવી બાધા રાખેલી. જ્‍યારે ભવનનું અનાવરણ થયું તેના બીજે દિવસે નાથજી મંદિરમાં  રીતેશભાઈ ગાંધી અમદાવાદ દ્વારા મનોરથ કરાવેલ અને શ્રીજીના દર્શન કર્યા જેના થકી  અજીતભાઈ દેસાઈ તેમની સમાજ માટેની બાધા પૂર્ણ થયાનો સંતોષ મેળવ્‍યો હતો. અશકયને શકય બનાવતી શુભ ઘડીને  મોઢ વણિક સેવા સમાજના ટ્રસ્‍ટીઓ સર્વ રીતેશભાઈ ગાંધી, મુકેશભાઈ વરિયાવા, ધર્મેશભાઈ શેઠ, મનોજ્‍ભાઈ મોદી, તેમજ ચેરમેન કેતનભાઈ મારવાડી તેમજ શુભેચ્‍છકો તેમજ ભારતનાં જ્ઞાતિજનો દ્વારા આ અદભુત અને અજોડ કાર્યને બિરદાવે છે. તેમ ગિરીશભાઇ ગાંધીએ જણાવ્‍યું હતું.

(1:26 pm IST)