Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સાવરકુંડલાના મિતિયાળામાં ભુકંપના આંચકાથી જાગૃત કરવા મોકડ્રીલ કરાશે

(દીપક પાંધી દ્વારા સાવરકુંડલા)તા.૮: સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામમાં વારંવાર ભુકંપના આચકા આવી રહયા છે છેલ્‍લા બે માસના વિરામ બાદ ફરી સોમવારે રાત્રે ૯ વાગ્‍યે રિકત્રર સ્‍કેલ પર ૩.૫ તીવ્રતાનો આંચકો આવતા ગ્રામજનોમાં ફફડાટ વ્‍યાપી ગયો હતો અને બધા ગ્રામજનોએ આખી રાત ફફડાટમાં વિતાવી હતી ધારાસભ્‍ય મહેશભાઇ કસવાલાએ મિતિયાળા ગામમાં આવતા ભુકંપની જાણ મુખ્‍યમંત્રીશ્રીને કરતા ગઇકાલે મંગળવારે સાંજે ચાર વાગે ગાંધીનગરથી સિસ્‍મોલોજીકલ તેમજ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ટીમ, કલેકટર મકવાણા, ડેપ્‍યુટી કલેકટરભાલાળા મેડમ, મામલતદાર ગોહિલ, ડી.ટી.ઓ પરમાર, એ.ટી.ડી.ઓ જીજ્ઞેશ વાઘાણી સહિતની ટીમો મીતીયાળા ખાતે દોડી ગઇ હતી અને ગ્રામજનોને ભુકંપના આચકા વિશે જરૂરી માર્ગદર્શન આપ્‍યુ હતુ સિસ્‍મોલોજી અધિકારી શિવમ જોશીએ જણાવ્‍યુ કે છેલ્‍લા બે વર્ષ દરમિયાન ૩૦૦ જેટલા નાના નાના આંચકા આ વિસ્‍તારમાં આવ્‍યા છે આ વિસ્‍તાર શેફ જોનમાં આવતો હોય કોઇ મોટા ભુકંપની શકયતા નથી ફકત ગઇકાલે સાંજે આવેલો આંચકો સ્‍કેલ ઉપર ત્રણ ઉપરનો નોંધાયો છે જેથી ચિંતાનું કોઇ કારણ નથી આમ છતા ગ્રામજનો કિંમત રાખવી અને સાવચેતીના પગલારૂપે ધરતી ધ્રુજે ત્‍યારે ઘરમાં ખૂણામાં રહેવુ નહી અને ખુલ્‍લા મેદાનમાં દોડી જવુ, ગ્રામજનોને મોકડ્રીલ દ્વારા જાગૃત કરાશે અને જરૂર જણાશે તો ગ્રામજનોને રહેવા માટે ટેમ્‍પરરી પણ ડિઝાસ્‍ટર મેનેજર દ્વારા ઊભા કરવામાં આવશે કોઇપણ ગ્રામજનોએ ડરવાની જરૂર નથી માત્ર જાગૃતિ રાખવાની જરૂર છે

 

(1:11 pm IST)