Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

રાજયની પાલિકા પ્રમુખો ચીફ ઓફીસરો સાથે મુખ્‍યમંત્રીની મીટીંગ

વર્ષો જુના કરવેરાના રીવીઝનનો ખાસ આદેશ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૮ :.. તાજેતરમાં ગુજરાત રાજયની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફીસરો તથા પ્રમુખો સાથે ખાસ બેઠક ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે યોજી હતી. તથા ખાસ સુચનાઓ આપી હતી. જેમાં રાજયની બ, ક તથા ડ વર્ગની ન.પા.ના પ્રમુખો ચીફ ઓફીસરો તથા શહેરી વિકાસના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

નગરના વિકાસ માટે પાલિકાના સ્‍થાનીક વેરા જો જુના હોય તો તેનું રીવીઝન કરીને તેમાં વધારો કરવા ખાસ સુચના આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કેટલીયે ન. પા.ના રાજકીય નેતાઓ પ્રજાને કરવેરાથી બચાવવામાં પાલિકા તંત્ર  ખાડે જવાની સ્‍થિતીમાં છે તો અનેક ન.પા.ઓમાં હજુ કર્મચારીઓના સમયસર પગાર થતા નથી તથા અનેક ન.પા.ઓમાં હાલના પગાપંપ અને બદલે જુના પગાપંપો ચાલે છે કેમ કે આર્થિક સધ્‍ધરતા જ નથી.

વડાપ્રધાનના ભારત નિર્માણ કાર્યમાં કાર્યરત થવા, પ્‍લાસ્‍ટીક મુકત ભારત સાથે સફાઇ અભિયાનમાં જોડાવા જરૂરત મંદોને પ્રધાન મંત્રી આવાસ યોજનાનો લાભ મળે તથા પ્રજાની સુખાકારી અને સેવાકીય કાર્યો માટે શાસન અને પ્રશાસન એક થઇ ને લોકહિતમાં કાર્યો કરવા અપીલ કરી હતી.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે વન ટુ વન અને ન.પા.ના પ્રમુખો સાથે રૂબરૂ વાતચીત  કરીને તેમની રજૂઆતો તથા પ્રશ્નો પણ સાંભળ્‍યા હતાં.

(1:06 pm IST)