Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

જૂનાગઢમાં પોલીસ કર્મચારીનું સન્‍માન

 જૂનાગઢ : જગન્નાથ જી મંદિર ખાતે  સોરઠીયા વાણંદ જ્ઞાતિ દ્વારા તાજેતરમાં ડી. જી.  દ્વારા ગાંધીનગર  તેમજ જૂનાગઢ આઈ. જી   દ્વારા પોલીસ ખાતા માં સારી કામગીરી બદલ સન્‍માનિત થયેલ વનરાજભાઈ ચૌહાણનું સન્‍માન કરવામાં આવેલ હતું. આ તકે સોરઠીયા વાણંદ જ્ઞાતિ નાં પ્રમુખ  બિપિન ભટ્ટી, રાજુભાઈ ચુડાસમા, મંત્રી. ધનસુખ ભાઈ ચુડાસમા, વિજય ચુડાસમા, ભદ્રેશ પરમાર, નીરૂ ભાઈ પરમાર, રમેશ વાજા અમુભાઈ વાઢેર, રતિભાઈ ભાયાણી સહીત નાં એ સાલ, મોમેન્‍ટો અર્પણ કરી સન્‍માન કરવામાં આવેલ હતું.

(1:02 pm IST)