Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

જૂનાગઢમાં ટુરિસ્‍ટ ગાઇડ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

 જૂનાગઢ : ઉષા બ્રેકો ફાઉન્‍ડેશન , જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સયુંકત ઉપક્રમે યોજાયેલ ત્રિ દિવસીય ટુરિસ્‍ટ ગાઈડ ટ્રેનિંગ પ્રોગ્રામે સંપન્ન થયો. જેના ફિલ્‍ડ વિઝિટ અને તાલીમ ના ભાગરૂપે ઉપરકોટ તથા વિવિધ સાઈટ અને ગિરનાર ઉપર તાલીમ આપવામાં આવી.  સમાપન સમારોહમાં  ભૂમિ કેશવાલા એસ. ડી.એમ, અને  એન. ડી . વાળા. જિલ્લા યુવા વિકાસ અધિકારીએ હાજરી આપીને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્‍યું. કંપનીના આસી.વાઇસ પ્રેસિડેન્‍ટ  દીપક કપલીશે આ સમારોહને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તથા તંત્રનો  આભાર વ્‍યક્‍ત કર્યો. જેમાં મુલાકાત લેવા બદલ ઓસ્‍ટ્રેલિયા મેલબોર્નના ડો જ્‍હોન વિનર ને પણ ધન્‍યવાદ આપ્‍યો હતો. તાલીમાર્થઓએ પણ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો. જેમાં ટુરીસ્‍ટ ગાઈડો દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્‍યો હતો.(

(1:00 pm IST)