Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ઘોઘાના વાડી વિસ્‍તારમાં તસ્‍કર બેલડી ઝડપાઇ

ભાવનગર : વરતેજ પોલીસે વાડી વિસ્‍તારમાં ચોરી કરતા મૂળ ખાંટડી ગામના વતની અને ભીકડાના વાડી વિસ્‍તારમાં રહેતા બે ભાઈ અશ્વિન જસમતભાઈ વાઘેલા અને મુકેશ જસમતભાઈ વાઘેલાને ચોરી કરેલ  સબમર્શિબલ મોટર,૪૦૦ ફુટ કેબલ વાયરના બે બંડલ અને રોકડા રૂ.૯,૫૦૦ મળી કુલ રૂ.૨૪,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસ પૂછપરછમાં બન્ને ઈસમોએ ભીકડા ગામના વાડી વિસ્‍તારમાં અલગ-અલગ ચાર સ્‍થળોએ ચોરી કરી હોવાની કબૂલાત આપતા વરતેજ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

(11:45 am IST)