Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

વાંકાનેરમાં દેવદયા ટ્રસ્‍ટ દ્વારા વિનામૂલ્‍યે મેગા આઇ કેમ્‍પ યોજાયો ૩રર દર્દીઓએ લાભ લીધો-૭૪ ઓપરેશન થયા

વિદેશના ડોકટરોએ પણ સેવા આપીઃ ડો. ઠાકેમચંદ સંઘવી હોલતું ઉદ્દઘાટન

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૮ : દેવદયા ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત એન.આર.દોશી આંખની હોસ્‍પિટલ, વાંકાનેર ખાતે આંખનો વિનામુલ્‍યે મેગા કેમ્‍પ પુર્ણ થયો દર વર્ષના જાન્‍યુઆરી મહિનામાં ટ્રસ્‍ટ દ્વારા આઠ દિવસના આંખના મેગા કેમ્‍પનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશ-વિદેશના આંખના નિષ્‍ણાંત ડોકટરો પોતાની સેવાઓ આપે છે. આ વર્ષે સતત છઠા મેગા કેમ્‍પનું આયોજન થયેલ હતું. કુલ આઠ દિવસનો મેગા કેમ્‍પ જે તા. ર૧ જાન્‍યુઆરીથી શરૂ  કરીને તા. ર૮ જાન્‍યુઆરી સુધી ચાલેલ હતો. જેમાં સમગ્ર ગુજરાતના ૩રર દર્દીઓની આંખનું વિનામુલ્‍યે નિદાન કરવામાં આવેલ હતું જેમાં ત્રાંસી આંખ, બાળમોતિયો, ઢળેલી પાંપણ, નાસુર વગેરે જેવા આંખના મોટા રોગો તથા આંખના સામાન્‍ય રોગોની તપાસ કરવામાં આવેલ હતી. તેમાંથી કેમ્‍પ દરમ્‍યાન ત્રાંસી આંખના ૭૪ ઓપરેશન કરવામાં આવ્‍યા હતા.

આ ઉપરાંત પ૦ થી વધુ દર્દીઓને વિનામૂલ્‍યે ઓપરેશન માટે આવનાર કેમ્‍પની તારીખ આપવામાં આવેલ હતી કેમ્‍પમાં દર્દીઓને દવાઓ પણ વિનામુલ્‍યે આપવામાં આવેલ હતી.

કેમ્‍પ દરમ્‍યાન દર્દીઓના જે ઓપરેશન થયા તે જો પ્રાઇવેટ હોસ્‍પીટલમાં કરવામાં આવે તો ૭૪ ઓપરેશનનો ખર્ચ અંદાજે રૂા.૧૧ લાખથી પણ વધુ થાય જે દેવદયા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વિનામુલ્‍યે કરી આપવામાં આવેલ હતા આઠ દિવસ દરમ્‍યાન દર્દીઓને તથા તેમની સાથે આવનારને રહેવા-જમવાની સુવિધાઓ પણ વિનામુલ્‍યે આપવામાં આવેલ હતી. દેવદયા ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત આંખની હોસ્‍પિટલમાં અત્‍યાર સુધીમાં ૭ર,૦૦૦ થી વધુ દર્દીઓની વિનામુલ્‍યે તપાસ કરવામાં આવી છ.ેઅને ૮,પ૦૦ થી વધુ વિનામૂલ્‍યે ઓપરેશન કરવામાં આવ્‍યા છે. કેમ્‍પની સાથે સાથે ડોકટરોને પણ અમુલ્‍યે માર્ગદર્શન મળી રહે તે હેતુથી કેમ્‍પ દરમ્‍યાન ટ્રસ્‍ટની હોસ્‍પીટલમાં જ સીમ્‍પોઝિયમ પણ ગોઠવવામાં આવેલ હતું સીંગાપોરથી ડો. સોનલ ગાંધીના માર્ગદર્શન હેઠળ તથા નાગપુરના ડો. વરદા ગોખલે અને મુંબઇના ડો. જેનિલ શેઠના માર્ગદર્શનનો લાભ પીડીયાટ્રીક ઓપ્‍થલ ડોકટર્સ તથા રેસીડેન્‍ટ ડોકટર્સને પણ મળ્‍યો હતો.દર્દીઓની સેવા માટે ટ્રસ્‍ટના ફાઉન્‍ડર સ્‍વ. ડો. રમણીકભાઇ મહેતાના ધર્મપત્‍ની ડો. ભાનુબેન મહેતા તથા તેમના પુત્ર દેવેશભાઇ જે દેવદયા ચેરીટેબલ ટ્રસ્‍ટ-યુ.કે.ના પ્રમુખ છે. તે ખાસ લંડનથી આવેલ હતા. યુ.કે. અને યુ.એસ.એસથી આવેલ અનેક મહેમાનો અને ડોકટરો સાથે આ કેમ્‍પના મુખ્‍ય દાતાશ્રી મુળ પોરબંદરના અને હાલમાં યુ.કે. સ્‍થિત શ્રી મનોજભાઇ પાણખાણીયા અને તેમના ધર્મપત્‍ની ભાનુમતીબેન તેમના પરિવાર સાથે આ કેમ્‍પના ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં ખાસ ઉપસ્‍થિત રહયા હતા ટ્રસ્‍ટના પ્રમુખ લલીતભાઇ મહેતા તથા તેઓશ્રીના હસ્‍તે વિનામૂલ્‍યે મેગા આઇ કેમ્‍પ' નું ઉદ્દઘાટન દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્‍યું હતું આ ઉપરાંત યુ.એસ.એ. સ્‍થિત દાતા ભુપેનભાઇ તથા જશુભાઇના માતબર દાનથી તૈયાર થયેલ છે.  ડો. હાકેમચંદ સંઘવી હોલ' નુ દીપ પ્રાગટય કરીને ઉદ્દઘાટન ટ્રસ્‍ટના ફાઉન્‍ડર ડો. ભાનુબેન મહેતા તથા ભારત વિકાસ પરિષદ રાજકોટના પ્રફુલભાઇ ગોસ્‍વામી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

 રાજકોટથી ભારત વિકાસ પરિષદના પ્રફુલ્લભાઇ ગોસ્‍વામી તથા તેમની ટીમ, અતિથી વિશેષ વાંકાનેર સ્‍ટેટના રાજાસાહેબ કેશરીદેવસિંહ ખાસ પધારેલ હતાં. સમગ્ર કેમ્‍પમાં આંખના દર્દીઓને સચોટ નિદાન મળી રહે તેના માર્ગદર્શન માટે સીંગાપોરથી ખાસ ડો. સોનલ ગાંધી આવેલ હતાં. આ ઉપરાંત અમેરિકાથી એનેસ્‍થેટીસ્‍ટ ડો. સનત ગાંધી, ડો. એરીક વોહફીલ,સ્ત્રીરોગ નિષ્‍ણાંત ડો. જીલ વોહફીલ, ડો. કુસુમા રાવ ખાસ આવેલ હતાં. લંડનથી દર વર્ષે મેગા કેમ્‍પમાં પોતાની સેવા આપવા માટે આવતા રહેતા એવા ઉષાબેન તથા ઓર્થોપ્‍ટીકસ કોમલ જયરાજની પણ સેવાઓ કેમ્‍પમાં મળેલ હતી. મુંબઇથી એનેસ્‍થેટીસ્‍ટ ડો. અસ્‍મિતા હેગડે તથા ડો. વૈશાલી બગડે, જેમની નિષ્‍ણાંત સેવાઓ થકી દર્દીઓને ઓપીડી અને ઓપરેશનનો લાભ મળ્‍યો તેવા પીડીયાટ્રીક ઓપ્‍થલમોલોજીસ્‍ટ મુંબઇના ડો. રોશની દેસાઇ, ડો. અસીની મણિયાર, ડો. કૃતિ શાહ, ડો. જેનિલ શેઠ, નાગપુરથી ડો. વરદા ગોખલે, ઇન્‍દોરથી ડો. રીશીકા જૈન, વડોદરાથી ડો. મયુરી ચિત્રે, અમદાવાદથી ડો. નુતી શાહ, ડો. અંકિત શાહ, અન દેવદયાની આંખની હોસ્‍પિટલમાં પોતાની ફુલટાઇમ સેવા આપતા મોતિયાના સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડો. જૈમીન મોદી મળીને કુલ ૧૮ જેટલા ડોકટરોની અમૂલ્‍ય સેવાઓનો લાભ આ કેમ્‍પમાં મળેલ હતો. આ ઉપરાંત સાંજ સમાચારના કરણભાઇ શાહ તથા તેમના પરિવારજનો, વડોદરાના નિલેશભાઇ પટેલ, રાજકોટ રોટરી કલબના રાજેશભાઇ કોઠારી, અશોકભાઇ ગાંધી, કિશોરભાઇ કોઠારી તથા તેમના પરિવારજનો, ડો. તેજસભાઇ શાહ, વાંકાનેરનાં દિપકભાઇ ગોવાણી, નરેન્‍દ્રભાઇ દવે, ચેતનાબેન મહેતા અને અન્‍ય કાર્યકર્તા ભાઇઓ-બહેનો પણ કેમ્‍પને સફળ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી થયા હતાં.મેગા કેમ્‍પના આયોજન માટે ટ્રસ્‍ટના પ્રમુખશ્રી લલીતભાઇ મહેતા (ભૂતપૂર્વ સાંસદ રાજયસભા), ઉપપ્રમુખશ્રી અનંતભાઇ મહેતા, મેનેજરશ્રી ધવલભાઇ કંસારા, આસી. મેનેજર પ્રશાંતભાઇ ત્રિવેદી અને હોસ્‍પિટલના સ્‍ટાફગણે ખૂબ જહેમત ઉઠાવી હતી. હજુ પણ જે દર્દીઓ કે જેમને ત્રાંસી આંખ (કોઇપણ ઉમરના) છે આ કેમ્‍પમાં લાભ લેવા માટે બાકી રહી ગયેલ હોય તેઓ દર મહિને થતા કેમ્‍પનો લાભ મેળવી શકે છે. સવારે ૯ થી ૧ ની વચ્‍ચે ફોન કરીને કેમ્‍પની માહિતી મેળવી શકે છે. ફોન (૦ર૮ર૮) રરર૦૮ર, હેલ્‍પલાઇન ૭૬૦૦ ૪૪૦૦ રર અથવા મો. ૯૪૦૮૯ ૩૯૯૮ર ઉપર સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.

(11:40 am IST)