Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

વડિયામાં વહેલી સવારે ગાઢ ધુમ્‍મસથી વાહન ચાલકોને હાલાકી

વડિયાઃ વડિયામાં વહેલી સવારે ગાઢ ધુમ્‍મસ છવાતો જોવા મળ્‍યો હતો. લગ્નગાળાની ભરપૂર સીઝન હોવાથી રસ્‍તાઓ પર વાહનોનુ પ્રમાણ પણ ખુબ વધુ હતુ ત્‍યારે  ધુમ્‍મસના કારણે સામેથી આવતા વાહનો જોઈ શકાતા ના હોય અકસ્‍માત થવાની સંભાવના વધતી જોવા મળી હતી. જો કે સદનશીબે કોઈ અકસ્‍માતના સમાચાર સાંભળવા મળ્‍યા ના હતા પરંતુ  રસ્‍તા પર ગાઢ ધુમ્‍મસના કારણે વડિયાની ભાગોળે રાજકોટ રોડ પર વડિયાથી દેવળા વચ્‍ચે રોડ પર એક  ટેમ્‍પો ચાલક અને બગસરા - રાજકોટ રૂટની એસટી બસ ધુમ્‍મસના કારણે સામસામે આવી જતા એસટી બસના ડ્રાઇવરની સમય સૂચકતાથી એસટીબસનો અકસ્‍માત થતા સદનશીબે બચ્‍યો હતો. એસટી બસના ડ્રાઇવરની કુનેહને કારણે અકસ્‍માત ટાળવા માટે અને મુસાફરોના જીવને ધ્‍યાને રાખી કોઈ જાનહાની ના થાય તે માટે રોડથી નીચે ઉતારી હતી. આ બસમા વિદ્યાર્થીઓ સહીત પચાસથી પણ વધુ લોકો સવાર હોવાનુ જાણવા મળ્‍યું હતુ.

(11:40 am IST)