Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

મુખ્‍યમંત્રીને મળતા ભૂપત બોદર-ગોરધન ધામેલિયા : લોકપ્રશ્‍નોની રજુઆત

રાજકોટ : રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઈ  બોદરે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને મળી રાજકોટ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારના વિવિધ વિકાસલક્ષી કામો જેવા કે રાજકોટ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારના વિવિધ  ગામોને ગામથી ગામને જોડતા નોન પ્‍લાન રોડ રસ્‍તાઓ ,ગઢકા ખાતે નવનિર્માણ થવા જઈ રહેલા અમુલ ફેડ-૨ પ્‍લાન્‍ટ માટે જરૂરી એવા ગઢકા થી ફાડદંગ અમુલ જોઈનિંગ રોડને વાઇડનીંગ કરવા ,ગ્રામ્‍ય વિસ્‍તારમાં મંજૂર થતા નવા રોડ રસ્‍તાઓની ટ્રીટમેન્‍ટ તથા થીકનેસ જૂની ટ્રાફિક પેટર્ન ના બદલે હાલના સંજોગોમાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ ભારે વાહનોની અને મોટા પ્રમાણમાં ટ્રાફિકની અવરજવર રહેતી હોય નવી ટ્રાફિક પેટર્ન પ્રમાણે વધારે થિકનેસ અને ગુણવત્તા યુક્‍ત રોડ રસ્‍તાઓ બનાવવા અંગે,રાજકોટ જિલ્લાના રૂડા વિસ્‍તારના ગામોમાં PMJAY યોજના અંતર્ગત નિર્માણ થયેલા આવાસોના બાકી હપ્તાઓની ગ્રાન્‍ટ રિલીઝ કરવા અંગે રજુઆત કરી હતી.  કસ્‍તુરબા ધામ ત્રંબા ખાતે નવા એ.ટી.બસસ્‍ટેન્‍ડ બનાવવા અંગે કેબીનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા સમક્ષ રજુઆત કરી હતી. ૫૦૦ કરોડના ખર્ચે ગઢકા ખાતે નિર્માણ થવા જઈ રહેલ અમુલ ફેડ ડેરી-૨ મેગા ડેરી પ્રોજેક્‍ટનુ ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું, રાજકોટ જિલ્લાના આ મહત્‍વકાંક્ષી ડેરી પ્રોજેક્‍ટને મંજૂરી આપી સહકારથી સમૃદ્ધિ તરફ'ના સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના મંત્રને ચરિતાર્થ કરી આ પ્રોજેક્‍ટને મંજૂરી આપવા બદલ ભુપત બોદર અને રાજકોટ ડેરી ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને મોમેન્‍ટો અર્પણ કરી તેમનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.રાજકોટ ડેરી ના એમ.ડી. વિનોદ વ્‍યાસ પણ હાજર રહ્યા હતા.

(11:00 am IST)