Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સાયન્‍સ સેન્‍ટર દ્વારા સાઇબર ક્રાઇમ જનજાગૃતિ કાર્યક્રમ

રાજકોટ : રીજીઓનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટ ખાતે સાઈબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશન, રાજકોટ શહેર પોલીસના સંયુકત ઉપક્રમે સેફર ઈન્‍ટરનેટ ડે' નિમિતે સાઈબર ક્રાઈમ અવેરનેસ' અંગે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.  રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધ્‍યોગીકી વિભાગનાં નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્‍સિલ ઓન સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી (ગુજકોસ્‍ટ) હેઠળ વિકસાવામાં આવેલ છે. રીજીઓનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટ સામાન્‍ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી, જાગૃતિ અને સંશોધનાત્‍મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે.  શહેર પોલીસના એ.સી.પી. (સાયબર ક્રાઈમ) શ્રી વી. એમ. રબારી સાહેબ તથા પી.એસ.આઈ.(સાયબર ક્રાઈમ) શ્રી એમ. એસ. વેગડ ઉપસ્‍થિતિ રહ્યા હતા. આ કાર્યકમમાં ૧૨૦ જેટલા યુવાઓ અને સીનીયર સીટીઝનોએ લાભ લીધો હતો. સેન્‍ટરના પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટ ડો. સુમિત વ્‍યાસ દ્વારા અને પી.એસ.આઈ.(સાયબર ક્રાઈમ) એમ. એસ. વેગડનું આઈ.સી.ટી. ઓફિસર તુષાર ચાવડા દ્વારા તુલસી છોડ આપી સ્‍વાગત કરવામાં આવેલ હતું. સેન્‍ટરના આઈ.સી.ટી ઓફિસર તુષાર ચાવડા દ્વારા સેફર ઈન્‍ટરનેટ ડે' ના મહત્‍વ અને સમજાવેલ.  આઈ.ટી,ના વિદ્યાર્થીઓને નોકરી તેમજ કન્‍સલ્‍ટન્‍સી ખોલવા સાથે ખુબ સારી કારકિર્દીની તકો રહેલી હોવાનું આ યુવાઓને જણાવ્‍યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટરની ટીમ વતી શ્રી અવિનાશ વ્‍યાસ અને ટેકનીકલ આસિસ્‍ટન્‍ટ શ્રી હરિત ઉપાધ્‍યાયે જહેમત ઉઠાવી હતી.

(10:59 am IST)