Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

મોરબી તાલુકાની વિવિધ શાળામાં શિક્ષકોને ટર્નીંગ પોઈન્ટ ટ્રેનીંગ આપવામાં આવી.

સાંઈઠ જેટલા મોડેલ બનાવતા શીખવવા માટે લીધેલ તાલીમનો બાળકો સમક્ષ ઉપયોગ કરતા શિક્ષકો.

મોરબીની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રવૃત્તિ શિક્ષણ મળી રહે,વિદ્યાર્થીઓ પોતાની જાતે મોડેલ બનાવે,પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરેલ તેમજ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે બાળક સાંભળેલું ભૂલી જાય છે,જોયેલું થોડું થોડું યાદ રહે છે પણ જાતે કરેલું સમજાઈ જાય છે, એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી મોરબી તાલુકાની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા, કપોરીવાડી, વજેપરવાડી, લખધીરનગર, ઘુનડા(સ) નાની વાવડી કન્યા શાળા, ભરતનગર, ગોર ખોજડિયા, લીલાપર વગેરે શાળાઓના બે-બે શિક્ષકોને ગુજરાત ગેસ કંપની પરસ્કૃત ઝીલ એજ્યુકેશન દ્વારા પાંચ દિવસની ટર્નીગ પોઈન્ટ ટ્રેનિંગ આપવામાં આવી હતી

જેમાં અભ્યાસક્રમમાં આવતા વિવિધ પ્રયોગો મોડેલ શિક્ષકોને બનાવતા શીખવવામાં આવેલ, સમજાવવામાં આવેલ જેથી શિક્ષકો આ તાલીમ વર્ગખંડમાં પોતાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી વિદ્યાર્થીઓ પણ આ મોડેલ બનાવે, વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એ નવી શિક્ષણનીતિની અને સાંપ્રત સમયની જરૂરિયાત અને માંગ છે, ત્યારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો.સીતારામ અને સંધ્યાબેન બંને તજજ્ઞો વિસ શિક્ષકોને જુદા જુદા 60 સાંઈઠ મોડેલ બનાવતા શીખવ્યા હતા આ મોડેલ્સ બનાવવા માટેનું મટીરીયલ સાધન-સામગ્રીના પાંચ બોક્સ શાળા દીઠ અર્પણ કરવામાં આવ્યું હતું એમ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની યાદીમાં જણાવ્યું છે

(10:40 pm IST)