Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં મગફળી ચોરી કરવાનું કૌભાંડ: તંત્ર દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસની બૂમ

કૌભાંડ સામે આવ્યાના ત્રણ-ચાર દિવસ બાદ પણ પોલીસ ફરિયાદ થઈ નથી.

વિસાવદર : સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીમાં એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે. વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી ચોરી કરવાનું કૌભાંડ સામે આવ્યાના ત્રણ-ચાર દિવસ બાદ પણ હજુ પોલીસ ફરિયાદ થઈ નથી. સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રયાસો થઈ રહ્યાની ભીતિ સેવાઈ છે

   આ સીસીટીવીના દ્રશ્યોમાં જોવા મળે છે કે મજૂરો ખુલ્લેઆમ ખેડૂતોના પરસેવાની મગફળી ચોરીને લઈ જઈ રહ્યા છે.. આ દ્રશ્યો છે વિસાવદર માર્કેટિંગ યાર્ડના છે. જ્યાં ટેકાના ભાવે ખરીદી કરવા આવી હતી. આ ઘટનાને ત્રણથી ચાર દિવસ થવા છતાં પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી.

 માર્કેટ યાર્ડના સત્તાધીશોએ મોટા ઉપાડે બોર્ડની બેઠક બોલાવી પોલીસ ફરિયાદ કરવા ઠરાવ કર્યો હતો. આ માટે આસિસ્ટન્ટ સેક્રેટરીની નિમણૂક પણ કરાઈ. પરંતુ પોલીસને ફરિયાદ આપવાને બદલે માત્ર ચોરી થયાની જાણ કરતો કાગળ આપી અને ઠરાવની નકલ આપી.હતી 

(9:15 pm IST)