Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

બાબરા મામલતદાર કચેરી નજીકથી ૧૫૦ વધુ બિનવારસી ચુંટણી કાર્ડનો જથ્થો મળી આવ્યો

બાબરા,તા.૮: શનિવારે વહેલી સવારે બાબરા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડરમાં કચરાના ઢગલામાથી ૧૫૦થી વધુ બિનવારસી ચુંટણી કાર્ડ મળી આવ્યા હતાઙ્ગ બાબરાના જાગૃત નાગરિક દ્વારા કાર્ડ એકઠા કરી પોલીસ સ્ટેશનને જમા કરાવ્યા હતા પોલીસ દ્વારા જણાવ્યું કે આ કાર્ડ મામલતદાર કચેરી ખાતે જમા કરાવવા પડશે.

જેથી કરી સોમવારના રોજ બિનવારસી ચૂંટણી કાર્ડનો જથ્થોઙ્ગ મામલતદારશ્રીને સોંપવામાં આવશે સોમવારે તેવું જાણવા મળેલ છે પણ ઉલ્લેખનીય છે કે આટલી બધી બેદરકારી કર્મચારીઓની બહાર આવી છે આવડો મોટો ચૂંટણી કાર્ડનો જથ્થો કચરાના ઢગલામાં પહોંચ્યો કયાંથીઙ્ગ સવાલો ઉઠયા છે કયાં અધીકારી ની અંડરમા ચૂંટણી કાર્ડની જવાબદારી આવે છે તે તપાસ કરી ધોરણસરઙ્ગ કાર્યવાહી કરવામાં આવે એવી જાગૃત  નાગરિક દ્વારા માંગ થઇ છે. બાબરા મામલતદાર કચેરીનુ નામ તો જીલ્લામાં ભ્રષ્ટાચાર મા પ્રથમ નંબરે આવે છે

મામલતદાર કચેરી કોય પણ સાખાઓ મા પૈસા વગર કામગીરી નથી થતુ એવુ લોકોમાથી ચર્ચાઈ રહ્યું છે મેળાની બાબત હોય કે જમીન માપણી હોય

જમીન નામ ફેર ન હોય હેતુફેર કે સરકારી દબાણ કારો પાસેથી પૈસા લેવા આવી તમામ બાબતે મામલતદાર કચેરી ભ્રષ્ટાચારી અધિકારીઓ થી ખદબદી ગય છેઙ્ગ અમુક પેધી ગયેલા અધિકારીઓની અનેક વાર કલેકટર કચેરી રજુઆત કરવામાં આવી છે છતા તંત્ર ના પેટમાં પાણી નથીહલતું.

સરકારી ડોકયુમેન્ટ મા મહત્વનો આધાર ગણાતુ ચૂંટણી કાર્ડ જયારે જાહેરમાર્ગો માં કચરા પેટીમાં નાખી દેવામાં આવે છે ત્યારે સમજવા જેવું છે કે શું હાલત થશે બાબરા મામલતદાર કચેરીની આ અંગે જિલ્લા કલેકટર પગલાં લે તો સારું એવું જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું છે.

(3:18 pm IST)