Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ગોંડલમાં શ્રમિકની હત્યામાં એક નગરસેવકની શોધખોળ : ૨ શખ્સો પોલીસ સમક્ષ હાજર

ઝડપાયેલા ૩ શખ્સો ૨ દિવસના રિમાન્ડ ઉપર

ગોંડલ તા. ૮ : ગોંડલ નગરપાલિકાના બે નગર સેવકો સહિત છ શખ્સોએ ચોરીની શંકાએ શ્રમિક યુવાનનું ઢીમ ઢાળી દીધાની ચકચારી ઘટનામાં ગતરાત્રીના નગરસેવક સહિતના બે શખ્સો પોલીસ સમક્ષ હાજર થયા હતા જયારે હજુ એક નગરસેવક ફરાર હોય તેને ઝડપવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભુણાવા ભરૂડી પાસે પેન્ટાગોન કારખાનામાં રસોઈયા રામશંકરનું ચોરીની શંકાએ ગોંડલ નગરપાલિકાના બે નગર સેવકો સહિત છ જણા એ ઢોર માર મારી ઢાળી દીધાની ચકચારી ઘટનામાં તાલુકા પીએસઆઇ અજયસિંહ જાડેજા સહિત જિલ્લાભરની પોલીસ ની કુનેહ ભરી કામગીરીથી ત્રણ શખ્સોની ગણતરીની કલાકોમાં જ ધરપકડ થઈ જવા પામી હતી જયારે ગત રાત્રીના નગરસેવક રવિ કાલરીયા અને કેટરીંગ નો વ્યવસાય કરતાં અશોક રૈયાણી પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આજે આ બન્ને શખ્સોને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે જયારે અક્ષય ચોવટીયા વિનોદ ડરાણીયા અને આશિષ ટીલવા ને કોર્ટ સમક્ષ રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.

(3:17 pm IST)
  • ટ્રમ્પ તાજના પણ કરશે દીદાર : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિનાના અંતમાં ભારતના પ્રવાસે આવી રહ્યા છે : તેઓ અમદાવાદ- દિલ્હી - આગ્રા જાય તેવી શક્યતા છે : આગ્રામાં તેઓ તાજના દીદાર કરે તેવી વકી છે . ૨૩ થી ૨૬નો તેમના કાર્યક્રમ મનાય છે : અમદાવાદ માં હાઊડી મોદી જેવા કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે access_time 11:32 am IST

  • પૂ. હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું ઓપરેશન પૂર્ણ : ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી : આજરોજ બપોરે વોકહાર્ટ હોસ્પિટલમાં પૂ.હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું સફળ ઓપરેશન થયાનું જાણવા મળે છે. પૂ.ગુરૂદેવની તબિયત સારી હોવાનું જણાવાયુ છે. આ ખબર મળતા ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. access_time 3:51 pm IST

  • જામનગરમાં પ્લાસ્ટિક બેંગલ બનાવતા યુનિટમાં ભીષણ આગ ભભૂકી : લીંડીબજારમાં મણિયાર શેરીમાં રહેણાંકમાં કાર્યરત પ્લાસ્ટિક બેંગલના નાના યુનિટમાં આગ ફાટી નીકળી : આગની જવાળા સાથે ધુમાડાના ગોટેગોટા access_time 9:10 pm IST