Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

લગ્નમાં જવા નવા કપડા લેવાની પતિએ ના પડતા જામનગરમાં અનિતાબેને ફાંસો ખાધો

પ્રેમિકા સાથે એક નહીં થઇ શકતા હિતેશ પરમારનો ઝેર પીને આપઘાત : મંદીમાં ધંધો બરાબર નહીં ચાલતા ગોવિંદ ટાંકની આત્મહત્યા

જામનગર તા. ૮ : ખોડીયાર કોલોની, સમ્રાટનગર, કોમલનગર પાસે રહેતા અનીતાબેન ધીરૂભાઈ લાધાભાઈ રાઠોડ, ઉ.વ.૪પ એ પંચ બી-પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,કાજલબેન રોહીતભાઈ મકવાણા, ઉ.વ.ર૬, રે. દરેડ ગામે ફીઝાવાળી ગલીમાં જાહેર કરનારની દિકરી થતી હોય અને તેણે તેના પતિ સાથે લગ્ન મા જવા માટે નવા કપડા ખરીદવા ની વાત કરેલ અને પતિ એ પછી કપડા લેશું તેમ કહેતા પોતાના મનમાં માઠુ લાગી આવતા પોતાની જાતે પોતાના ઘરે ઓરડીના પાઈપમા સાડી બાંધી ગળાફાંસો ખાઈ મૃત્યુ પામેલ છે.

નાઘેડી ફાટક પછી મહાકાળી મંદિર પાસે રહેતા દિનેશભાઈ ગોવિંદભાઈ ટાંક, ઉ.વ.ર૧, એ પંચ-બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા. ૨૮-૧-૨૦૨૦ના ગોવિંદભાઈ કારાભાઈ ટાંક, ઉ.વ.૪૯, રે. સીતારામ સોસાયટી શેરી નં.–૧, નાઘેડી ફાટક પછી, મહાકાળી મંદિર પાસે, મંદિના લીધે કોઈ કામ ધંધો બરાબર ચાલતો ન હોય અને આર્થિક સહકળામણને લીધે પોતાના હાથે કોઈ ઝેરી દવા પી જતા મૃત્યુ પામેલ છે.

સાંમતપીર મંદિરની બાજુમાં રહેતા હકાભાઈ નરશીભાઈ પરમાર, ઉ.વ.૪પ, એ પંચ ભએભ પોલીસ સ્ટેશનમાં  જાહેર કરેલ છે કે, હિતેશભાઈ હકુભાઈ પરમાર, ઉ.વ.રર, રે. સામંતપીર મંદિરની બાજુમાં,  ગુલાબનગર ખાતે રહેતા કાજલબેન રમેશભાઈ સતવારા સાથે પ્રેમ સંબંધ હોય અને એકબીજાના પોતે નહીં થઈ શકે તેવું મરણજનાર હિતેશને મનમાં લાગી આવતા પોતે પોતાના હાથે કોઈ ઝેરી દવા પી લેતા મૃત્યુ પામેલ છે.

અગાઉ થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી મારમાર્યાની રાવ

પંચ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મણીબેન હેમતભાઈ લખુભાઈ ગમારા એ ફરીયાદ નોંધાવી છે કે, ઠેબા ગામે મણીબેનના પતિ હેમંતભાઈ લખુભાઈ ને બે વર્ષ પહેલા આરોપી સુરેશ ગોબર ટોયટા સાથે બોલાચાલી થયેલ હોય તેનું મનદુઃખ રાખી આરોપી અને હેંમતભાઈ લખુભાઈ સામસામે મળી જતા આરોપીઓ ગોબરભાઈ ખોડાભાઈ ટોયટા, સુરેશ ગોબર ટોયટા, વિશાલ બાબુ ધ્રાંગીયા, ખોડા વેજા ટોયટા ઉશ્કેરાઈ જઈ હેંમતભાઈને ગાળો ભુંડા બોલી આરોપી સુરેશ ગોબરે લાકડીથી બંને હાથમાં ઘા મારી મુંઢ ઈજા કરેલ અને આરોપી વિશાલ બાબુએ લાકડાના ધોકાથી પગમાં આડેધડ ઘા મારી મુંઢ ઈજા કરેલ હોય અને આરોપી ખોડા વેજા ટોયટા  એ લોખંડના પાઈપ વડે વાસાના ભાગે આડેધડ ઘા મારી મુંઢ ઈજા કરેલ અને ભોગ બનનારને આ મારમારીમા માથાના ભાગે હેમરેજની ઈજા કરી ખુનની કોશીશ કરી અને શરીરે નાની–મોટી મુંઢ ઈજાઓ કરી ફરીયાદી મણીબેન તથા તેના પતિ હેમતભાઈ ને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

દુકાનમાંથી દસ બોટલ ઇંગ્લીશ દારૂ સાથે ઝડપાયો : એક ફરાર

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. રાજેશભાઈ દુર્લભજીભાઈ વેગડ એ ફરીયાદ નોંધાવી છે કે, અંબર ચોકડી, ચર્ચની સામે, મીત સીલેકશન નામની દુકાન, જામનગરમાં આરોપી વસંતરાય બાબુભાઈ પરમાર એ પોતાના કબ્જા ભોગવટાની ભાડાની દુકાનમાં દારૂની બોટલ નંગ–૧૦, જેની કિંમત રૂ.પ,૦૦૦ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આ કામના આરોપી દિલીપ રામજીભાઈ સોલંકી, ફરાર થઈ ગયેલ છે.

ચલણી નોટો વડે જુગાર રમતા બે ઝડપાયા

સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેહુલભાઈ કાંતીલાલ વિસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, ઓશવાળ હોસ્પિલ પાસે, રીક્ષા સ્ટેન્ડ પાસે, મોહનભાઈ નાનજીભાઈ મંગે, રાજેશભાઈ રમેશભાઈ હરવરા, જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી–બેકી ના આંકડા બોલી પૈસાની હારજીત કરી એકી–બેકી નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂ.૧ર૭પ૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઝાખર ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ઝાખર ગામ પરીની દરગાહ પાસે દિલીપસિંહ મદારસિંહ જેઠવા, કાળુભા રામસંગ જેઠવા, ભરતસિંહ ભીખુભા જાડેજા, દયાગર છગનગર ગૌસ્વામી, ઝાખર ગામવાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૪,૦૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:56 pm IST)
  • પૂ. હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું ઓપરેશન પૂર્ણ : ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી : આજરોજ બપોરે વોકહાર્ટ હોસ્પિટલમાં પૂ.હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું સફળ ઓપરેશન થયાનું જાણવા મળે છે. પૂ.ગુરૂદેવની તબિયત સારી હોવાનું જણાવાયુ છે. આ ખબર મળતા ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. access_time 3:51 pm IST

  • 'આપ'એ ૧ લાખ કાર્યકરોને મેદાનમાં ઉતાર્યાઃ ઉભા કર્યા ૭૦ જેટલા 'વોર રૂમ' :દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તથા વધુમાં વધુ મતદાન થાય તે માટે 'આપ'એ ૭૦ જેટલા વોર રૂમ ઉભા કર્યા છેઃ ૧ લાખ જેટલા કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા છેઃ એક કેન્દ્રીય વોર રૂમ પણ ઉભો કરાયો છેઃ ૬૭૮૧૫ બુથ સ્તરના મોબોલિઝર પણ તૈયાર કર્યા છે કે જેથી લોકોને ઘરોની બહાર લાવી શકે access_time 11:32 am IST

  • કોલકત્તા : પોલીસની મંજૂરી વગર CAA ના સમર્થનમાં રેલી કાઢવા બદલ ભાજપના મહાસચિવ કૈલાસ વિજય વર્ગીયની ધરપકડ : રેલી શરૂ થતા જ વાનમાં બેસાડી દૂર લઇ જવાયા access_time 6:45 pm IST