Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

બાબરાના મોટા દેવળીયા, ધરાઇ, વાવડીમાં ગેરકાયદેસર જેડ ટીવીનું પ્રસારણ કરી નુકશાન કર્યુઃ કંપનીના કર્મચારી દ્વારા ઉમા, પ્રભાત તેમજ ધરાઇ કેબલ નેટવર્ક સામે ફરીયાદ

અમરેલી, તા., ૮:   બાબરા તાલુકાના મોટા દેવળીયા, ધરાઇ, વાવડીમાં ગેર કાયદેસર જેડ ટીવીનું પ્રસારણ કરી નુકશાન થાય તે રીતે પ્રસારણ કરતા કંપનીના કર્મચારી નિલેષભાઇ અનંતભાઇ સાવંતે મોટા દેવળીયા ઉમા કેબલના જેરામ દામજીભાઇ સુરાણી વાવડીના પ્રભાત કેબલના વિનુ ભીખાભાઇ કુંભાણી, ધરાઇના ભરત દેવરાજભાઇ પરમાર સામે બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ધારીના જીરા ડાભાળીમાં યુવાને સાળીના લગ્નમાં જવા ઘરેથી ઓછા પૈસા મળતા લાગી આવતા ઝેરી દવા પીધી

ધારીના પરા ડાભાળી ગામે રહેતા લાલુભાઇ ઉર્ફે રાહુલ હસુભાઇ વાઘેલા ઉ.વ.ર૦ ને સાળીના લગ્નમાં જવા રૂ. ર,૦૦૦ માંગતા રૂ. ૧પ૦૦ ઘરેથી આપતા લાગી આવતા. ગામની સ્મશાન છાપરી પાસે નેરામાં જઇ પોતાની મેળે ઝેરી દવા પી જતા અમરેલી ડો.ધડુકના દવાખાને લઇ જતા સારવાર દરમિયાન મોત નિપજયાનું હસુભાઇ વાઘેલાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ધારીના પ્રેમપરામાં બેકારીથી કંટાળી યુવાને ઝેરી દવા પીધી

ધારી પ્રેમપરામાં રહેતા હિતેન હિંમતભાઇ દાફડા ઉ.વ.ર૧ થોડા દિવસથી કાઇ કામ ધંધો ચાલતો ન હોય અને ગુમસુમ રહેતો હોય જેથી બેકારીથી કંટાળી ઝેરી ટીકડા પી જતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજયાનુ઼ પિતા હિંમતભાઇ દાફડાએ ધારી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

સાવરકુંડલામાં મહિલા પર હુમલો

સાવરકુંડલા કાણકીયા કોલેજ પાછળ વિદ્યુતનગરમાં રહેતી કમુબેન વાઘાભાઇ મેવાડાએ રવિ ભાયા સુસરા ઘર પાસેથી લથડીયા ખાતો નિકળતા ટપારતા રવિ ભાયા સુસરા, કિરણ ભાયા સુસરા, કાજલબેન રવિભાઇ સુસરા, બેનાબેન કિરણભાઇ સુસરાએ ગાળો બોલી લાકડી અને ઢીકાપાટુ વડે માર મારી ધમકી આપ્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ચેક રીટર્ન થયો

અમરેલી જીલ્લા પંચાયત ઉપર સ્માર્ટ હોમ નામની મોબાઇલની દુકાનમાં ગૌતમ અમૃતલાલ ત્રિવેદી રહે. અમરેલી હનુમાન પરા વાળાને છેતરપીંડી કરવાના ઇરાદે મોબાઇલ લઇ પોતાના બેંક ખાતામાં બેલેન્સ ન હોવાનું જાણવા છતા વિશ્વાસઘાત કરવાના ઇરાદે પોતાની સહીવાળો યુનિયન બેંક ઓફ ઇન્ડીયાનો ચેક આપી રૂ. ૧ર,૦૦૦ની  છેતરપીંડી કર્યાની મનીષભાઇ ધીરજલાલ સાંગાણીએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(12:55 pm IST)