Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

'પોકેટ કોપ એપ્લીકેશન' એ પોલ ખોલી નાખતા જૂનાગઢમાં પકડાયેલ આરોપી પોલીસ સમક્ષ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયો

જૂનાગઢ,તા.૮: તાજેતરમાં જૂનાગઢ શહેરઙ્ગ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસદ્યાત છેતરપીંડીના ગુન્હામાં ટેકનીકલ સોર્સ આધારે પકડાયેલ  આરોપી મયુર બાબુલાલ સૂબા ઉવ. ૪૬ રહે. રાજદીપ એપાર્ટમેન્ટ, વણઝારી ચોક, જુનાગઢ  ની બી ડિવિઝનઙ્ગ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.બી.સોલંકી તથા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરતા, પોતે ભૂતકાળમાં કોઈ ગુન્હાના પકડાયેલ નહિ હોવાનું જણાવેલ હતું. જૂનાગઢ ડિવિઝનનાઙ્ગ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.બી.સોલંકી, પો.સ.ઇ. એ.કે.પરમાર, એ.એસ.આઇ. અલતાફભાઈ, હે.કો. દિનેશભાઇ પો.કો. પૃથ્વીરાજસિંહ, રજાકભાઈ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા  આરોપી મયુર બાબુલાલ સૂબા ઉવ. ૪૬ રહે. રાજદીપ એપાર્ટમેન્ટ, વણઝારી ચોક, જુનાગઢ  અંગે  પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ  કરવામાં આવતા, પકડાયેલ આરોપી આરોપી મયુર બાબુલાલ ૨૦૧૭ ની સાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂના ગુન્હામાં/કેસમાં પકડાયેલાની હોવાની તેમજ અટકાયતી પગલામાં પકડાયા  અંગેની વિગતો, પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશન મારફતે જાણવા મળેલ હતી.  પોલીસ પોકેટ કોપ મારફતે મોબાઈલ ફોનમાં એપ્લિકેશનમાં સર્ચ કરવા લાગતા, આરોપી મયુર બાબુલાલ સૂબાને થતાં, તે પણ સામેથી પોતે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ હોવાની કબૂલાત  કરેલ હતી.

આરોપી મયુર બાબુલાલ સૂબાની વિગતો પોકેટ કોપ મારફતે ખુલવા લાગતા આરોપીએ  જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુન્હામાં તેમજ અટકાયતી પગલામાં પકડાયેલાની કબૂલાત કરેલ અને તે પોલીસ સમક્ષ ખોટું બોલેલાની પણ કબૂલાત કરેલ  હતી. આમ, છેતરપિંડી વિશ્વાસઘટના ગુન્હામાં પકડાયેલ આરોપી પોતાના ગુન્હા છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ દ્વારા પોલીસે આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયેલ હતો...!!!ં

આમ,  પોકેટ કોપ એપ્લિકેશન  દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે  વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત  થયેલ છે.

(12:54 pm IST)