Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

વાંકાનેરમાં કાલે શ્રી વેલનાથ દાદાના મંદિરે છઠ્ઠો સમુહ લગ્નોત્સવ

સાત નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાશેઃ તડામાર તૈયારીમાં વ્યસ્ત આયોજકો

વાંકાનેર તા. ૮ :.. વાંકાનેરમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ જય વેલનાથ દાદા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમુહ લગ્નોત્સ્વ ધામધુમથી ઉજવાશે. વર્તમાન સમયમાં મોંઘવારી અને દેખાદેખીથી  પર રહી ઉપરોકત ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિના અગ્રણીઓ અને આવા સારા કાર્યામાં સહભાગી થતા સર્વેના સહયોગથી અત્રેના રાજકોટ રોડ ઉપર મામલતદાર ઓફીસની સામે આવેલ. વંદનીય સંતશ્રી વેલનાથબાપુના મંદિરના વિશાળ  પટાંગણમાં તા. ૯ ને રવિવારે સાત નવદંપતીઓ લગ્નગ્રંથી થી જોડાશે. શાસ્ત્રીજી મુકેશભાઇ વી. મહેતા વૈદીક મંત્રોચ્ચાર સાથે લગ્ન વિધી સંપન કરાવશે.

વાંકાનેર, મોરબી, થાન વિગેરે ગામોથી જાનૈયા - માંડવ્યા વાંકાનેરમાં લગ્ન સ્થળે પધારશે આ પાવન પ્રસંગમાં જુદા જુદા ધાર્મિક સ્થળોના સંતો-મહંતો, સામાજીક, રાજકીય અને સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા અગ્રણીઓ, આમંત્રીતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલા માંડી જીવન યાત્રાની  શરૂઆત કરનાર નવદંપતીઓને આર્શિવાદ આપશે.

આ પાવન પ્રસંગમાં સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્રભાઇ મુંજપરા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, હળવદના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા  વાંકાનેરના યુવરાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા સહિતના અગ્રણીઓ પધારશે તેમ ઉપરોકત ટ્રસ્ટના સમુહ લગ્ન સમિતિએ યાદીમાં જણાવ્યું છે.

(11:56 am IST)
  • સુરત ઉધનામાં વિદ્યાર્થીની ઉપર છરીના ઘા ઝીંકી હત્યા : ઉધનામાં વિદ્યાર્થીની હત્યાઃ સિવીલમાં સારવાર દરમિયાન મોતઃ અંગત અદાવતમાં હત્યાની પોલીસને શંકા access_time 3:50 pm IST

  • અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં 1 દલિત અને 8 પંડિતો પરંતુ ઓબીસીને સ્થાન નહીં : આંદોલનના પ્રથમ હરોળના નેતાઓ કલ્યાણ સિંહ ,વિનય કટિયાર ,ઉમા ભારતી ઓબીસી હતા : કલ્યાણ સિંહ અને ઉમા ભારતીએ ટ્રસ્ટમાં ઓબીસીને પ્રતિનિધિત્વ આપવા માંગણી કરી access_time 7:32 pm IST

  • ટ્રમ્પ તાજના પણ કરશે દીદાર : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિનાના અંતમાં ભારતના પ્રવાસે આવી રહ્યા છે : તેઓ અમદાવાદ- દિલ્હી - આગ્રા જાય તેવી શક્યતા છે : આગ્રામાં તેઓ તાજના દીદાર કરે તેવી વકી છે . ૨૩ થી ૨૬નો તેમના કાર્યક્રમ મનાય છે : અમદાવાદ માં હાઊડી મોદી જેવા કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે access_time 11:32 am IST