Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

હળવદ રિવરફ્રન્ટમાં ગેરરીતિ આક્ષેપ બાદ ગાંધીનગર કમિશનર દ્વારા તપસની ટીમ

હળવદ તા. ૮: શહેરની શોભામાં વધારો કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ નું કામ ચાલી રહ્યું હતું આ કામ અડધું તો પૂરું પણ કરી દેવામાં આવ્યું હતું પરંતુ તે પહેલા વરસાદે જ જે માટી નો પાળો  બનાવવામાં આવ્યો હતો તે બેસી જતા આ કામ માં મોટાપાયે ભ્રષ્ટાચાર કરી મલાઈ તારવવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. અને શહેર માં આ મુદ્દો ભારે ચર્ચા નો કેન્દ્ર બન્યો હતો.  ત્યારબાદ આ સમગ્ર બનાવની યોગ્ય તપાસ કરવા માટે ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જેને લઇ ગાંધીનગરથી મ્યુનિસિપલ કમિશનર ની ટીમ દ્વારા હળવદ મા સામંતસર તળાવ ફરતે બનેલ રિવરફ્રન્ટના કામમાં ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરવા માં આવી હતી.  હાલ તો સમગ્ર કામની તપાસ હાથ ધરવામાં આવી રહી છે તપાસ પૂર્ણ થયા બાદ જ તમામ હકીકતો સામે આવશે

અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં વરસાદ પડ્યા બાદ કામમા મોટાપાયે ગેરરીતિ આચરી હોવાના આક્ષેપો થયા હતા અને આની યોગ્ય તપાસ કરવા શહેરીજનોમાં પણ માંગ ઉઠી હતી ,  ત્યારે હાલ તો ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે લગભગ ચાર માસ થી રિવર ફ્રન્ટ ની ખસતા હાલ બાબતે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે ત્યારે હવે એ જોવાનું એ રહ્યું કે આગળ કેવા પ્રકારની કાર્યવાહી થશે તે બાબત હળવદ શહેર માં ટોક ઓફ ધી ટાઉન બની છે .

(11:55 am IST)