Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

વેરાવળના મેધપુર વતનમાં પધારેલ આર્મીના ૨ જવાનોનું સ્વાગત

પ્રભાસ પાટણ,તા.૮: વેરાવળ તાલુકાનાં જોધપુર ગામનાં બે જવાનો ભોળા ધાનાભાઇ અરશીભાઇ અને જેઠવા હેમતભાઇ ખીમાભાઇ દ્વારા ગૌરવવંતી માતૃભૂમી ભારત માતાની રક્ષા કાજે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી શિયાળા, ઉનાળા, ચોમાસાની પર્વા કર્યા વગર દેશના સીમાડે દિવસ રાત જોયા વગર ફરજ બજાવી અને પોતાના વતન જોધપુર ગામે પધારતા તેમનું સમગ્ર ગ્રામજનો અને બજંરગ ગ્રુપ દ્વારા બેન્ડ વાજાની રમઝટ  સાથે સ્વાગત કરેલ હતું. ભારત માતાજીનો જયઘોષ કરેલ હતો.

તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ, સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, આહિર અગ્રણી જગપાલભાઇ વાળા, ઉકાભાઇ સોલંકી (પટેલ), જા.પનાં પૂર્વ ઉપપ્રમુખ મેરૂભાઇ પંપાણયા, ઉકાઆતા (આજેઠા) તેમજ સમગ્ર જોધપુર ગામનાં ગ્રામજનો અને બહાર ગામનાં લોકોએ સ્વાગત કરેલ હતું.

(11:54 am IST)