Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

પશુપાલકોએ કચ્છમાં શ્વેતકાંતિનું સર્જન કર્યું છેઃ આહિર કચ્છના મિંદીયાણામાં પશુપાલન શિબીર સુપેરે સંપન્ન

ભુજ, તા.૮:સરકાર કચ્છની જિલ્લા કક્ષાની બીજી પશુપાલન શિબિરનું આયોજન અંજાર તાલુકાના મિંદીયાળા ગામે કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા આયોજિત પશુપાલન શિબિરના ઉદ્દદ્યાટન પ્રસંગે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે રાજય સરકારે કૃષિની સાથો સાથ પશુપાલન ક્ષેત્રનું પણ મહત્વ સમજીને પશુપાલન ક્ષેત્રે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મુકી છે. આ યોજનાઓ થકી કચ્છમાં આઠ ટકા જેટલા પશુધનની વૃદ્ઘિ પણ થઇ છે જે દર્શાવે છે કે કચ્છમાં પશુપાલન વ્યવસાય વિકસી રહ્યો છે. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કચ્છ જિલ્લામાં ૨૦ લાખનું પશુધન અને પશુપાલન થકી જ સરહદ ડેરી વર્ષે ૬૦૦ કરોડ રૂપિયાનો નફો કરી રહી છે તેનો સમગ્ર શ્રેય માલધારી અને પશુપાલકોને જાય છે. કચ્છ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે કચ્છી માલધારી અને પશુપાલકોએ શ્વેત ક્રાંતિનું સર્જન કરી પશુપાલન ક્ષેત્રને વધુ ઉન્નત બનાવ્યું છે.

રાજયમંત્રીશ્રી આહિરે પશુપાલન શિબિર થકી માલધારી સમાજ અત્યાધુનિક પશુપાલન તરફ વળે અને પશુપાલન એ પુણ્યશાળી વ્યવસાય હોઇ મહિલાઓને પણ આ ક્ષેત્રે આગળ આવવા અનુરોધ કર્યો હતો. સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડી આંગળી ચીંધ્યાનું પુણ્ય મેળવવા પણ સૌને અપીલ કરી હતી.

આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહજી સોઢા, અંજાર તાલુકા વિકાસ અધિકારી શ્રી દેસાઇ, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઇ મ્યાત્રાએ પ્રાસંગિક પ્રવચનો કરી પશુપાલકોને આ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. જિલ્લા નાયબ પશુપાલન અધિકારીશ્રી બ્રહ્મક્ષત્રિય દ્વારા પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરી નફાકારક રોજગારીમાં યુવાનોને પણ આગળ આવવા અપીલ કરી હતી. પશુઓનું યોગ્ય સંવર્ધન કરી પશુદીઠ ઉત્પાદન ક્ષમતા વધારવા પર ભાર મુકી કચ્છમાં દુધના ઉત્પાદનમાં બે-અઢી ગણો વધારો નોંધાયો હોવાની માહિતી પણ શિબિરાર્થીઓને આપી હતી. મદદનીશ પશુપાલન અધિકારી એચ.એન. ઠક્કર દ્વારા પશુપાલકોને સરકાર દ્વારા આઇ-ખેડૂત પોર્ટલ પર કાર્યરત ૩૯ પ્રકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

શિબિરમાં પશુ ડાઙ્ખકટર, પશુપાલન અધિકારીઓ દ્વારા પશુપાલકોને પશુ સંવર્ધન, પોષણ, આરોગ્ય, કૃત્રિમ બીજદાન, પશુ રોગોના લક્ષણ, નિદાન અને ઉપાય તેમજ પશુઓની માવજત, રસીકરણ, સરકારી યોજનાઓની માહિતી, દ્યર ગથ્થુ ઇલાજ-ઉપચાર અંગે પણ માહિતીગાર કરી પશુપાલન ક્ષેત્રમાં વધુમાં વધુ રોજગારી આપવાની ક્ષમતા હોવાનું જણાવી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતા આ વ્યવસાયને આધુનિક ઢબે આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો. માલધારીઓ માટે પશુપાલન અંગેની માહિતી આપતાં સ્ટોલ, સાહિત્ય વિતરણ, શ્રમયોગી માન ધન યોજનામાં જોડાવા માટે વિશેષ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરનું મિંદીયાળાના સરપંચ રણમલભાઇ દ્વારા રબારી પાદ્ય પહેરાવી તેમજ ખેડૂત અગ્રણી સજુભાઇ જાડેજા અને પ્રધ્યુમનસિંહ જાડેજા દ્વારા પણ કચ્છી પાદ્ય પહેરાવી સન્માન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહજી સોઢા, અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર, જિલ્લા પંચાયતના સદસ્ય મ્યાજરભાઇ, સંગઠનના પદાધિકારીઓ સર્વેશ્રી શંભુભાઇ મ્યાત્રા, કાનજીભાઇ આહિર, મસરુભાઇ, અંજાર પ્રાંત અધિકારી ડાઙ્ખ. વી.કે. જોષી, ટીડીઓ શ્રી દેસાઇ, ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ દેવાભાઇ રબારી, રૂપાભાઇ રબારી, બાબુભાઇ રબારી, શંકરભાઇ રબારી, વિભાભાઇ રબારી, કાનાભાઇ રબારી, રણમલભાઇ રબારી, આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પશુપાલક ભાઇ-બહેનોએ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:51 am IST)