Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

કાલે સાવરકુંડલાનાં સેજલધામમાં પૂ. મોરારીબાપુના હસ્તે ધ્યાન સ્વામિબાપા એવોર્ડ અર્પણવિધી

ભાવનગર- કુંઢેલી, તા. ૮ :  સૌરાષ્ટ્ર- ગુજરાતની દેહાણ જગ્યાઓને પ્રતિવર્ષ એનાયત થતો  ધ્યાન સ્વામિબાપા એવોર્ડ તા. ૯ ને રવિવારે સવારને ૧૦ૅં૦૦ કલાકે સેજલધામ (તા. સાવરકુંડલા) ખાતે પૂજય મોરારિબાપુના હસ્તે અર્પણ થશે.

પૂજય ધ્યાન સ્વામિબાપાના ચેતન સમાધિસ્થાન ખાતે દર વર્ષે માદ્ય પૂર્ણિમાના દિવસે દેહાણ જગ્યાઓને આ એવોર્ડ દ્વારા મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવે છે. આ વર્ષે સળંગ ૧૦ માં એવોર્ડ થી ત્રણ જગ્યાઓ ની સ્વતંત્રરૂપે વંદના કરવામાં આવશે . જેમાં સંત શ્રી ખીમ સાહેબ ની

જગ્યા રાપર ,(વાગડ-કચ્છ) સંસ્થાઓ ના પ્રતિનિધિ તથા પૂજય શ્રી રાણીમા- રૂડીમા ની જગ્યા (કેરાળા વાંકાનેર) ના મહંત શ્રી મુકેશ ભગત ગુરુ શ્રી ભગવાન ભગત તેમજ શ્રી જલારામ બાપાની  જગ્યા વીરપુર (જિલ્લો રાજકોટ) ના ગાદીપતિ શ્રી રદ્યુરામ બાપા જયસુખબાપા ચાન્દ્રાણી એવોર્ડ વંદના સ્વીકારશે પૂજય ધ્યાન સ્વામિબાપા એવોર્ડ અર્પણવિધિ માં જગ્યા ટ્રસ્ટી ના પ્રતિનિધિને તિલક, સૂત્રમાલા, શાલ,સ્મૃતિ ચિન્હ (એવોર્ડ)અને એવોર્ડરાશિ રૂ ૧૨૫૦૦૦/- (સવા લાખ)જગ્યા ના મહંતો, વિદ્યાનો અને ભકતજનોની ઉપસ્થિતિમાં ,સેંજલધામ ખાતે સંભારંભ મોરારીબાપુના વરદ ઐતિહાસિકતા ક્રમમાં પ્રતિવર્ષ દેહાણ જગ્યાઓની વંદનાનો ઉપક્રમે સેંજલધામ ખાતે યોજવામાં આવે છે. સને ૨૦૧૧ સાલથી પ્રારંભ થયેલા ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અત્યાર સુધીમાં પીપા ભગત ની જગ્યા પીપાવાવ, રૈદાસજી ની જગ્યા -કુંડ સરસઇ , વિસાવદર, દેવતણખી દાદા-લીરલમાની જગ્યા -મજેવડી, રૂગનાથ સ્વામી ની જગ્યા, વડવાળા ની જગ્યા- દુધરેજ, લોહ લંગરી મહારાજ ની જગ્યા- ગોંડલ, મહાત્મા મુળદાસ ની જગ્યા સમાધિસ્થાન -અમરેલી , સંતશ્રી ભાણ સાહેબ જગ્યા-કમીજલા - તાલુકો વિરમગામ તેમજ સંતશ્રી દાન મહારાજ ની જગ્યા-ચલાલા, જિલ્લો અમરેલીની આ એવોર્ડથી વંદના કરવામાં આવી હતી.

રવિવારે (માંદ્ય પૂર્ણિમા)ના રોજ સેંજળધામ ખાતે જગ્યાઓને પાટોત્સવ પણ યોજાશે અને તે નિમિત્ત્।ે પૂજાપાઠ યજ્ઞ થશે. સાથોસાથ પ્રતિવર્ષની જેમ સમુહલગ્ન લગ્નોત્સવ પણ યોજાશે. જેમાં ૧૨૫ વૈષ્ણવ સાધુ સમાજ તથા સેજળગામ ના નવ દંપતીઓ લગ્નગ્રંથીથી જોડાશે.

આ સમૂહ લગ્ન અહી ૧૯૯૫ ની સાલથી યોજાય છે અને તે મુજબ આ વર્ષના સમૂહલગ્નનો પ્રસંગ સળગ ૧૮મો છે.

(11:49 am IST)