Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

હુ સગીર છું... મારા લગ્ન બળજબરીથી થાય છેઃ ૧૮૧માં ફોન .. ૪૫ મિનિટમાં લગ્ન અટકયા

અભ્યમનું આવકારદાયક કાર્યઃ પ્રભાસપાટણ પંથકની ઘટનાની ઠેરઠેર ચર્ચા

પ્રભાસ પાટણ,તા.૮:મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી હંમેશા કહે છે કે,ઙ્ગગુજરાતની મહિલાઓ- દીકરીઓ ની ચિંતા અને મૂંઝવણ એ અમારીઙ્ગ ચિંતા છે. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એ અમારીઙ્ગ સરકારનો મંત્ર છે. સંવેદનશીલ સરકારના સંવેદનશીલ તંત્રની મહિલાઓને મદદ કરવાની કામગીરીની આ વાતઙ્ગ અને મંત્રને ચરિતાર્થઙ્ગ કરાવતો એક કિસ્સો  ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યો હતો.

વાત જાણે એમ છે કે,ઙ્ગગીર-સોમનાથ જિલ્લાની એક ૧૭ વર્ષની દીકરી છેલ્લા કેટલાક દિવસોથી ચિંતા અને મૂંઝવણમાં હતી. આ સગીરાને લગ્ન કરવા ન હતા અને તેના પરિવારજનો તેના લગ્ન કરી નાખવા ઇચ્છતા હતા. સગીરાનું કંઈ ચાલ્યું નહીં .અંતે એ જ થયું જે સગીરા ઇચ્છતી ન હતી. પરિવારજનોએ લગ્ન નક્કી કરી નાખ્યા. કંકોત્રી પણ લખાઈ ગઈ. ૧૧મી ફેબ્રુઆરીએ તેમના લગ્ન હતા. ચિંતાતુર સગીરાને શું કરવું એ કંઈ સૂઝતું ન હતું અને અંતે તેને પોતાને વિચાર આવ્યો કે ગુજરાત સરકારની ૧૮૧ મહિલા અભયમ ની ટીમ તેમને મદદ કરશે.

 આ યુવતી રડતા રડતા ૧૮૧ ફોન કરે છે કે,'ઙ્ગમારે હજુ લગ્ન કરવા નથી અને મારા પરિવારજનો મારા લગ્ન કરવા માંગે છે. કંકોત્રી પણ લખાઈ ગઈ છે અને ૧૧મી એ તમે આવજો અને મારા લગ્ન અટકાવી મને મદદ કરજો.'રાજય સરકારનો એ પણ મંત્ર છે કે,કાલનું કામ આજે કરવું છે અને આજનું કામ અત્યારે કરવું છે. ગીર સોમનાથની ૧૮૧ ની ટીમના સભ્ય સંતોકબેન અને તેજલ બેને સગીરાને ચિંતા મુકત થવાનુ કહીને અમે અત્યારે જ આવીએ છીએ તેમ કહીને તેઓ ૪૫ મિનિટમાં સગીરાના દ્યરે પહોંચી ગયા. દ્યરે પરિવારજનો ન સમજતા અંતે પોલીસની મદદથી આ બાળ લગ્ન અટકાવી પરીવારજનો અને સૌ કોઈ વચ્ચે સમાધાન કરીને સુમેળ ભર્યા વાતાવરણમાં ૧૮૧ ની મહિલા અભયમઙ્ગ તેમની ટીમ એકાદ કલાકના કાઉન્સિલિંગ બાદ પરત ફરી ત્યારે આ સગીરાના ચહેરા પર સ્મિત હતું.ઙ્ગ પરિવારજનો કે સગા સંબંધી જે મદદ ન કરી શકયા તે મદદ ૧૮૧ ટીમે કરતા તેણીએ આ ટીમનો આભાર માન્યો.

(11:48 am IST)