Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ભચાઉમાંથી ૩૦ લાખનો દારૂ ઝડપાયો : એક મહિનામાં પૂર્વ કચ્છમાંથી ઝડપાયેલા દારૂનો આંક એક કરોડને પાર

ગાંધીના ગુજરાતમાં સરહદી કચ્છમાં દારૂની રેલમછેલ, આઈજી સુભાષ ત્રિવેદીના આવ્યા પછી કટિંગ પોઇન્ટ ભચાઉ આસપાસમાં લાખોનો દારૂ ઝડપાય છે

ભુજ તા. ૮ : સરહદી કચ્છ જિલ્લામાં અંગ્રજી દારૂના કટિંગ પોઇન્ટ તરીકે કુખ્યાત બનેલા ભચાઉ પંથકમાં ચોખાની બોરીઓ નીચે લઈ અવાતો ૩૦ લાખ ૪૫ હજારનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો છે.

પૂર્વ કચ્છ એલસીબીએ બાતમીને આધારે ભચાઉના નંદગામ પાસેથી રાજસ્થાન પાસિંગના ટ્રેઇલરમાંથી દારૂના જથ્થા સાથે હરિયાણાના સુખેન્દ્રસિંહ સતબીરસિંઘ જાટ અને રાજસ્થાનના રાજેન્દ્ર લીછમારામ જાટની ધરપકડ કરી છે. છેલ્લા એક મહિનામાં જ ભચાઉ પંથકમાંથી ઝડપાયેલા દારૂની કિંમતનો આંક એક કરોડને પાર પહોંચી ગયો છે.

આઈજી સુભાષ ત્રિવેદીના આવ્યા પછી પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં લાખોનો દારૂ ઝડપાઇ રહ્યો છે. એલસીબી પીઆઇ ડી.વી. રાણા, પીએસઆઇ મુળરાજસિંહ રાણા અને સ્ટાફે આ દરોડો પાડી બુટલેગરોના મોબાઈલ નંબર મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(11:47 am IST)