Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ભાવનગરમાં ૯૧ હજારની ઘરફોડી

ખેતીના કામે પરિવાર શાહપુર ગયો'તો

ભાવનગર તા. ૮ :.. દેસાઇનગરમાં પેટ્રોલ પંપ પાછળ આવેલ રાજનગરમાં રહેતાં મુળ વલ્લભીપુર તાલુકાનાં શાહપુર ગામનાં વતની વલ્લભભાઇ હરીભાઇ વાઘાણી તેમના વતન શાહપુર ગામે ખેતીનાં કામે પરિવાર સાથે ગયા હતાં. ત્યારે તેનાં બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ તાળા તોડી રૂ. પ૪ હજાર રોકડા તથા સોના-ચાંદીનાં દાગીના મળી કુલ રૂ. ૯૧ હજારની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતાં. આ અંંગે એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

(11:46 am IST)