Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

પીડાથી ત્રાસી ભાવનગર હોસ્પીટલમાં દર્દીનો આપઘાત

ભાવનગર, તા., ૮: ભાવનગર શહેરની સર.ટી. હોસ્પીટલના બીજા માળેથી ઝંપલાવી યુવાન દર્દીએ આપઘાત વહોરી લીધો હતો.

વિગતો મુજબ આજે સવારે શહેરની સરકારી સર ટી હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા એક યુવાન દર્દીએ રોગની પીડાથી કંટાળી જુના બિલ્ડીંગના બીજા માળેથી નીચે પડતું મુકતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજયું હતું. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

(11:45 am IST)