Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ફરી ઠંડી દેખાણીઃ ગિરનાર પ.૭ નલીયા ૬.૭ ડીગ્રી લઘુતમ તાપમાન

કેશોદ-જુનાગઢ ૧૦.૭, રાજકોટ- જામનગરમાં ૧૩ ડીગ્રી

રાજકોટ તા. ૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ૅટ્ર - કચ્છમાં ફરીથી ઠંડી દેખાઇ છે અને આજે ગીરનાર પર્વત ઉપર સૌથી વધુ પ.૭ ડીગ્રી, નલીયા ૬.૭, કેશોદ-જુનાગઢ ૧૦.૭, રાજકોટ-જામનગરમાં ૧૩ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

જુનાગઢ

જુનાગઢ : સોરઠમાં આજે પણ શીત લહેર યથાવત રહેતા જનજીવનને અસર થઇ હતી. આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૭.૭  ડીગ્રી નોંધાયુ હતું સવારે ધુમ્મસની સાથે ઠારનું પણ આક્રમણ થતાં ઠંડીની અસર બેવડાઇ હતી.ગીરનાર પર્વત ખાતે પ.૭ ડીગ્રી ઠંડીથી પ્રવાસીઓ વગેરે પરેશાન થઇ ગયા હતાં.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહેલ અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૬ કિ. મી. ની નોંધાઇ હતી.

જામનગર

જામનગર : શહેરનું આજનું હવામાન ર૬.પ મહત્તમ ૧૩ લઘુતમ પર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.ર પ્રતિ કલાક પવનની  ગતિ રહી હતી.

સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાં - કેટલી ઠંડી ?

શહેર

લઘુતમ તાપમાન ડીગ્રી

ગિરનાર

૫.૭

નલીયા

૬.૭

કેશોદ

૧૦.૭

જૂનાગઢ

૧૦.૭

કંડલા એરપોર્ટ

૧૧.૧

ભૂજ

૧૨.૬

પોરબંદર

૧૨.૯

ભાવનગર

૧૫.૫

વેરાવળ

૧૫.૬

૪ મહાનગરો

ગાંધીનગર

૧૨.૦

વડોદરા

૧૩.૨

અમદાવાદ

૧૩.૫

સુરત

૧૭.૫

ગુજરાત

ડીસા

૧૦.૬

દિવ

૧૨.૯

મહુવા

૧૫.૭

(12:49 pm IST)