Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

મોરબીના નહેરુ ગેઇટથી ગ્રીન ચોક સુધી મુખયબજાર અને શાકમાર્કેટ વિસ્તારમાં શૌચાલય બનાવવા માંગ

પુરુષો માટેના શૌચાલયમાં સફાઈના અભાવે બંધ પડેલ છે

 મોરબીના નહેરુ ગેઇટ ચોકથી ગ્રીન ચોક વિસ્તારમાં એકપણ મહિલા શૌચાલય ના હોય જેથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય જેથી આ અંગે જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી શૌચાલય બનાવવા માંગ કરી છે

  મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, રાજુભાઈ ભંભાણી અને જીગ્નેશભાઈ પંડ્યાએ જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે નહેરુ ગેઇટથી ગ્રીન ચોક વિસ્તારમાં એકપણ મહિલા શૌચાલય નથી આ વીસ્તારમાં શાકમાર્કેટ અને મુખ્ય બજાર હોય જેથી મહિલાઓ ખરીદી અર્થે આવતી હોય છે જેથી મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે એટલું જ નહિ પરંતુ નહેરુ ગેઇટ વિસ્તારમાં પુરુષો માટેના શૌચાલયમાં સફાઈના અભાવે બંધ પડેલ છે મોરબી જીલ્લો બન્યાને છ વર્ષ વીત્યા છતાં મુખ્ય બજારમાં શૌચાલય જેવી સુવિધાનો અભાવ જોવા મળે છે જેથી મહિલાઓ અને પુરુષો માટે શૌચાલયની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી છે

(1:04 am IST)