Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

જામનગરના ઠેબામાં ખેડૂત અધિકાર સંમેલન યોજાયું :હાર્દિક પટેલ, સ્વામી ચક્રપાણી,પ્રવીણ રામ અને સાગર રબારી સહિતના ઉપસ્થિત

કોંગ્રેસનાં ધારાસભ્ય વિક્રમ માડ્મ,વલ્લભ ધારવિયા,પ્રવીણ મૂછડિયા અને ચિરાગ કાલરિયા ઉપરાંત ઇન્દ્ર્નિલ રાજ્યગુરુ,દિનેશ પરમાર,જામનગર મનપાના વિપક્ષી નેતા અને નગરસેવકો જોડાયા

જામનગરના ઠેબામાં આજે ખેડૂત અધિકાર સમેલન યોજાયું હતું.આ સમેલનમા પાસના નેતા હાર્દિક પટેલ,હિન્દુ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણીજી, જન અધિકાર મંચના પ્રવીણ રામ, ખેડૂતનેતા સાગર રબારી જોડાયા હતા

  .આ સમેલનમાં કોંગેસના નેતાઓ પણ સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા.જેમાં કોંગ્રેસનાં ધારાસભ્ય વિક્રમ માડ્મ,વલ્લભ ધારવિયા,પ્રવીણ મૂછડિયા અને ચિરાગ કાલરિયા ઉપરાંત ઇન્દ્ર્નિલ રાજ્યગુરુ,દિનેશ પરમાર,જામનગર મહાનગર પાલિકાના વિપક્ષી નેતા અને નગરસેવકો જોવા મળ્યા હતા.

  પાસના નેતા હાર્દિક પટેલે ખેડૂતોના મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી.જ્યારે આગામી સમયમાં ખેડૂતોના પ્રશ્નને દેવા માફી હોય,કે પછી જમીન રીસર્વેનો મુદ્દો હોય આ તમામ મુદ્દે સરકાર સામે રોષ ઠાલવતાં રાજય અને કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી

  .હાર્દિક પટેલના સંબોધન પૂર્વે કોંગેસના ધારાસભ્ય અને આંદોલંકારીઓએ સમેલનમાં સંબોધન કર્યું હતું. ત્યારે 2019ની ચુટણીમાં હાર્દિક જપલાવશે તેવી અટકળો વહેતી થઈ છે.ત્યારે સમેલનમાં હાર્દિક પટેલે પણ આ મુદ્દે વાત કરી હતી.તસવીરો-કિંજલ કારસરીયા, જામનગરઅહેવાલ-મુકુંદ બદીયાણી, જામનગર

(11:01 pm IST)