Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

જસદણમાં જુગાર રમતા પાંચ પકડાયા

જયેશ ભેંસજાળીયા, અલ્પેશ ભેંસજાળીયા, અશ્વીન વાટીયા, અજય બાવળીયા અને પ્રકાશ પટેલની ધરપકડ

રાજકોટ, તા.૮: જસદણના વાજસુરપરામાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જસદણ પોલીસ મથકના એએસઆઇ એમ.કે.વણોલ તથા કોન્સ.યુવરાજસિંહ વાઘેલા સહિતે બાતમીના આધારે જસદણના વાજસુરપરા શેરી નં.૧૪માં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા જયેશ બાબુભાઇ ભેંસજાળીયા (રહે.જસદણ વાજસુરપરાચ-૧૪), અલ્પેશ મનસુખભાઇ ભેંસજાળીયા (ઉ.વ.૨પ) (રહે.વાજસુરપરા-૧૦), અશ્વીન બાબુભાઇ વાટીયા (ઉ.વ.૩પ) (રહે.વાજસુરપરા-૩), અજય લઘરાભાઇ બાવળીયા (ઉ.વ.૩પ) (રહે.વાજસુરપરા-૧૩) અને પ્રકાશ અમરશીભાઇ પટેલ (ઉ.વ.૨૭) (વાજસુરપરા-૭) ને પકડી લઇ રૂ.૧૦,૧૧૦ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.(૨૩.૬)

(11:45 am IST)