Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

તળાજાના છવીસ હજાર ખેડૂતોના ખાતામાં પાંચ કરોડ જમા થશે

તળાજા, તા.૮:- તળાજા તાલુકા ના આશરે છવીસ હજાર જેટલા નાના એટ્લે કે જેમની પાસે બે હેકટર થી ઓછી જમીન હોય તેવા ખેડૂતોના ખાતામાં રૂપિયા બવા હજાર આવતા દિવસોમાં જમા થશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના અંતર્ગત જમા થશે. તાના માટે તંત્ર દ્વારા ત્યયારી શરૂ કરી દેવામાં આવી છે.

ચૂંટણી નજીક આવતાજ દેશ ની ભાજપ સરકાર ધડાધડ ચૂંટણી માં બહુમત મેળવવા માં લાભ થાય તેવું નિર્ણય લેવા માંડી છે. જેને લઈ તંત્ર કામે લાગ્યૂ છે.સતાવર સાધનોના જણાવ્યા પ્રમાણે તળાજા તાલુકાના તલાટી કમ મંત્રી ઓની બેઠકટીડીઓ અને મામલતદાર દ્વારા છેલા બે દિવસથી સતત લેવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના નિધિ ની વાર્ષિક છ હજાર ખેડૂતોને ખાતા માં જમા કરવાની બાબતે.

પ્રથમ હપ્તો બે હજારનો જમા થશે. તળાજા તાલુકામાં આશરે છવીસ હજાર ખેડૂતો લાભાર્થી બનશે. જેની પાસે બે હેકટરથી ઓછી જમીન હોય તેવા નાના ખેડૂતને લાભ મળશે. જોકે ડોકટર,ઈજનેર,વકીલ,સી.એ કક્ષાના વ્યકિતઓને આ યોજનાનો લાભ મળશે નહીં.

તલાટી કમ મંત્રીઓ દ્વારા ખેડૂતો પાસે થી આધાર કાર્ડ, બેન્કની પાસ બુક, રેશનકાર્ડ, મોબાઈલ નંબર મેળવીને રજિસ્ટ્રેશન કરવામાં આવશે.

ખોટી વિગતો આપનાર ખેડૂતો લાલચ માં આવી ખોટા પુરાવો રજૂ કરશે એ ધ્યાને આવશે તો તેવા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ પ્રાવધાન છે.(૨૨.૪)

(11:44 am IST)