Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

જેતપુરમાં રિસોર્સ એફિશિયેન્સી અને કલીનર પ્રોડકશન પર ક્ષમતા નિર્માણ અને જાગૃતિ વર્કશોપ

રાજકોટ : બ્યુરો ઓફ એનર્જી એફિશિયેન્સી (બીઇઈ) અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (સિડબી) ગ્લોબલ એન્વાર્યમેન્ટ ફેસિલિટી (જીઇએફ)- વર્લ્ડ બેંકના પ્રોજેકટ 'ફાઇનાન્સિંગ એનર્જી એફિશિયેન્સી એટ એમએસએમઈ'નું સંયુકતપણે અમલીકરણ કરી રહ્યાં છે. આ પ્રોજેકટ હેઠળ હાથ ધરવામાં આવતી મુખ્ય પ્રવૃત્ત્િ।ઓમાં એમએસએમઈ યુનિટ્સને ટેકનિકલ સહાય પૂરી પાડવી, વિવિધ હિતધારકોમાં જાગૃતિ પેદા કરવી અને તેમનું ક્ષમતાનિર્માણ કરવાનો સમાવેશ થાય છે. સંસાધનની કાર્યક્ષમતાના ઉપાયોની ઓળખ અને આગળ ઉપર તેના અમલીકરણ માટે જેતપુરમાં અને તેની આસપાસ આવેલ અંદાજે ૩૦ જેટલાં એમએસએમઈ યુનિટને ટેકનિકલ સહાય પૂરી પાડવી એ આ પ્રોજેકટની સૌથી મોટી સિદ્ઘી છે.

આ યુનિટ્સમાં એનર્જી ઓડિટ રિપોર્ટ્સનું અમલીકરણ વિવિધ તબક્કે છે. આ પહેલને વધુ સુદ્રઢ બનાવવા માટે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોશિયેશન સાથે ભેગા મળીને બ્યુરો ઓફ એનર્જી એફિશિયેન્સીએ ટેકસટાઇલ પ્રોસેસિંગ સેકટરમાં સંસાધનની કાર્યક્ષમતાના ઉપાયો વિષય પર જેતપુરમાં આવેલ હોટલ ઉત્સવ ખાતે જાગૃતિ અને ક્ષમતા-નિર્માણ વર્કશાઙ્ખપનું આયોજન કર્યું હતું. શ્રી જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોશિયેશનના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલના હસ્તે આ કાર્યક્રમનું ઉદદ્યાટન થયું હતું.(૩૭.૫)

(11:43 am IST)