Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

ટંકારા વિદ્યાર્થીને માર મારવાના કેસમાં ખાનગી શાળા સંચાલક સહિત પાંચ આરોપીનો જમીન પર છુટકારો

 

ટંકારા:શહેરની ખાનગી શાળાના સંચાલક અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને માર મારવાના કેસમાં તમામ પાંચ આરોપીની અટકાયત કરાઈ હતી આરોપીઓએ મોરબી કોર્ટમાં કરેલી જામીન અરજીને પગલે પાંચેય આરોપીનો જામીન પર છુટકારો થયો છે

  ટંકારાની લાઈફ લીંકસ વિધાલયમાં વિદ્યાર્થીને માર મારવાના પ્રકરણમાં શાળાના સંચાલક તેમજ અન્ય શિક્ષકો સહિતના પાંચ સામે એટ્રોસીટી મુજબ ફરિયાદ નોંધાઈ હતી અને બનાવની તપાસ ડીવાયએસપી દ્વારા ચલાવાઈ હોય જેમાં શાળાના સંચાલક સહિતના પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી હતી

  ઝડપાયેલા શાળા સંચાલક સહિતના પાંચ આરોપીઓએ આજે એડી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેને કોર્ટે સ્વીકારી લેતા તમામ આરોપીનો જામીન પર છુટકારો થયો છે આરોપી તરફે ધારાશાસ્ત્રી એફ જે ઓઝા અને જે ઓઝા રોકાયેલ હતા

(10:12 pm IST)